24 ઓગસ્ટે દેશભરમાં જન્માષ્ઠમીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તમામ બાલ ગોપાલનો જન્મદિવસ ખૂબ ધૂમ મચાવી ઉજવ્યો હતો અને દહી હાંડીનો કાર્યક્રમ રાખ્યો હતો. હવે જ્યારે નાના કાન્હાની બર્થડે પાર્ટી હોય છે, ત્યારે બાળકો કેવી રીતે દૂર રહી શકે છે? ખાસ કરીને બોલિવૂડ સ્ટાર બેબી તૈમૂર.....તૈમૂર અલી ખાન પણ આ પ્રસંગે કાન્હો બની ગયો અને દહીની હાંડી તોડવા કાકાના ખભા પર ચડ્યો. તૈમૂરની જન્માષ્ઠમીની ઉજવણીનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં તમે જોશો કે તૈમૂર કેટલાક બાળકો અને તેની નાની સાથે છે. ત્યાં ઉભો રહેલો એક માણસ તૈમૂરને તેના ખભા પર બેસાડે છે. તૈમૂર દોરડાની મદદથી લટકતી મટકી સુધી પહોંચ્યો. પરંતુ એક બલૂન ફૂટી જાય છે. તે થોડો ડરે છે.
પરંતુ તેના ડરથી છૂટકારો મેળવવા માટે દરેક લોકો 'હેપી બર્થડે' ની બુમ પાડે છે. ત્યારબાદ તમામ બાળકો પણ આનંદ સાથે કૂદતા જોવા મળે છે.
આમિર ખાનાના પુત્ર આઝાદ રાવ ખાનને પણ કૃષ્ણ બનાવ્યો હતો. આમિરે નીચે ઝુકીને પુત્ર આઝાદને તેની પીઠ પર ચઢાવ્યો અને મટકી ફોડવામાં મદદ કરી, આ
સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર સૈફ અલી ખાનનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે પૈપરાઝી પર ગુસ્સે કરતો જોવા મળ્યો. ખરેખર, જ્યારે સૈફ તૈમૂર સાથે ઘરની બહાર નીકળી રહ્યો હતો, ત્યારે કેટલાક પૈપરાઝીએ તેની તસવીરો ખેંચવાનો પ્રયાસ કર્યો.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર