Home /News /entertainment /Tadap Movie: અહાન શેઠ્ઠીનો ખુલાસો, 'હું સ્ટાર કિડ તરીકે માત્ર આર્યન ખાનના સંપર્કમાં હતો'

Tadap Movie: અહાન શેઠ્ઠીનો ખુલાસો, 'હું સ્ટાર કિડ તરીકે માત્ર આર્યન ખાનના સંપર્કમાં હતો'

અહાન શેઠ્ઠીએ અંગત જીવન વિશે કેટલાક ખુલાસા કર્યા

અહાન શેટ્ટી (Ahan Shetty)એ કર્યા કેટલાક ખુલાસા, અહાને જણાવ્યું કે ટાઈગર શ્રોફ (Tiger Shroff) એક હોંશિયાર વિદ્યાર્થી હતો, તેને પરફોર્મ કરવું ખૂબ પસંદ હતું, ટાઈગર હંમાશા તેની માટે ઇન્સ્પિરેશન બની રહ્યો હતો

    Tadap Movie: આજે વધુ એક સ્ટાર કિડ (star kid) બોલીવુડ (Bollywood)ની ગ્લેમરસ દુનિયામાં પદાર્પણ કરી રહ્યું છે. ફિલ્મ તડપ (Tadap) ની રિલીઝ સાથે તારા સુતરિયાના કો-સ્ટાર તરીકે અહાન શેટ્ટી (Ahan Shetty) બોલીવુડમાં પદાર્પણ ચુક્યો છે. અહાન શેટ્ટી પોતાના પિતા સુનિલ શેટ્ટી (Sunil Shetty)ની જેમ જ બિગ સ્ક્ન પર પોતાની કોબેલિયત બતાવતો દેખાશે તેવું માનવામાં આવી રહ્યું છે.

    સ્ટાર કિડ્સ અને તેમના પરિવારો એકબીજાની ખૂબ નજીક છે. કેટલાક સ્ટાર કિડ્સ તો એકબીજાને બાળપણના સમયથી ઓળખતા પણ હોય છે. નેટફ્લિક્સ (Netflix) ની સીરિઝ ધ ફેબ્યુલસ લાઈફ ઓફ બોલીવુડ વાઈફ્સ (The Fabulous Lives Of Bollywood Wives) માં પણ આપણે જોયું કે અનન્યા પાંડે અને શનાયા કપૂર બાળપણથી જ સુહાના ખાનના મિત્રો છે. જો કે ડેબ્યુ સ્ટાર અહાન શેટ્ટી (debut star Ahan Shetty) સાથે આવું કંઈ નથી.

    સ્ટાર કિડ હોવા છતાં તે બોલીવુડના અને એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડના લોકો સાથે સંપર્કમાં ન હતો

    સિધ્ધાર્થ કાનન સાથે તાજેતરમાં જ થયેલી વાતચીતમાં અહાન શેટ્ટીએ એ વાતનો ખલાસો કર્યો કે બાળપણમાં એક સ્ટાર કિડ હોવા છતાં તે બોલીવુડના અને એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડના લોકો સાથે સંપર્કમાં ન હતો. તેણે જણાવ્યું કે પિતા સુનિલ શેટ્ટી ભલે ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત હતા, પણ ઘરમાં અમે ક્યારેય એ પ્રકારના વાતાવરણમાં નથી ઉછર્યા. અમે સાઉથ બોમ્બેમાં રહેતા હતા અને હું મુંબઈમાં એક અમેરિકન સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. પપ્પાના પણ ઘણાબધા મિત્રો હતો તેમના તરફથી ખૂબ સન્માન પણ મળતું. જો કે આ સન્માન અમને બોલીવુડ કનેક્શનના હિસાબે નહોતું મળતું.

    અહાન શેઠ્ઠી અને ટાઈગર શ્રોફ એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા

    સિધ્ધાર્થ કાનન સાથે હાલમાં જ થયેલી વાતચીત દરમ્યાન બાળપણની વધુ વાત કરતા તેણે જણાવ્યું કે તે અને ટાઈગર શ્રોફ એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ટાઈગરના વખાણ કરતા અહાને જણાવ્યું કે ટાઈગર એક હોંશિયાર વિદ્યાર્થી હતો, તેને પરફોર્મ કરવું ખૂબ પસંદ હતું, ટાઈગર હંમાશા તેની માટે ઇન્સ્પિરેશન બની રહ્યો હતો. બોલીવુડમાં આવવા માટે ટાઈગરે તેની એક્ટિંગ અને ડાન્સ સ્કિલ્સમાં સુધારો કરી તેને બહેતર બનાવી છે. પોતાની આગામી ફિલ્મ માટે અહાને ટાઈગરને ફોલો કર્યો છે.

    આ પણ વાંચોTMKOC: દિશા વાકાણીએ B-ગ્રેડ ફિલ્મોમાં પણ કર્યું છે કામ, આ ફિલ્મમાં તો બોલ્ડનેસની હદ વટાવી હતી

    ટાઈગર હાલ તેના આગામી પ્રોજેક્ટ્સ ગણપત અને હીરોપંતી 2માં વ્યસ્ત છે. મિલન લુથરિયા દ્વારા ડાયરેક્ટેડ ફિલ્મ તડપમાં તારા સુતરિયા અને અહાન શેટ્ટી લીડ રોલમાં છે. આ ફિલ્મ આજે રિલીઝ કરવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन