Home /News /entertainment /

Tadap Box Office Collection Day 2: મોટા સ્ટાર્સ પર પણ ભારે પડ્યો અહાન શેટ્ટી, બીજા દિવસે પણ કરી જબરદસ્ત કમાણી

Tadap Box Office Collection Day 2: મોટા સ્ટાર્સ પર પણ ભારે પડ્યો અહાન શેટ્ટી, બીજા દિવસે પણ કરી જબરદસ્ત કમાણી

તડપ ફિલ્મની બીજા દિવસની કમાણી

તમને જણાવી દઈએ કે, અહાન શેટ્ટી અને તારા સુતારિયાની 'તડપ' સુપરહિટ ફિલ્મ 'RX 100'ની રિમેક છે. ફિલ્મમાં અહાન શેટ્ટી સાથે તારા સુતારિયા લીડ રોલમાં છે. 'સત્યમેવ જયતે' 2 અને 'બંટી ઔર બબલી 2 કરતા પણ સારી શરૂઆત

    અભિનેતા સુનીલ શેટ્ટી (Sunil Shetty)ના પુત્ર અહાન શેટ્ટી (Ahan Shetty)ની ડેબ્યૂ ફિલ્મ 'તડપ' (Tadap) ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મના પહેલા બે દિવસની કમાણી જોતા લાગે છે કે અહાન શેટ્ટીની ફિલ્મ હિટ રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ 'તડપ' ઉત્તર ભારતમાં સારું પ્રદર્શન કરી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે અહાનના પિતા સુનીલ શેટ્ટીની ફિલ્મોએ પણ ઉત્તર ભારતમાં ખૂબ કમાણી કરતી હતી. દિલ્હી, યુપી અને બિહારમાં ફિલ્મ 'તડપ' માટે સારી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ વર્ષે આ ફિલ્મે શરૂઆતના બે દિવસની કમાણીના મામલામાં ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

    ફિલ્મે બીજા દિવસે કેટલી કમાણી કરી

    અહાન શેટ્ટી અને તારા સુતારિયા (Ahan Shetty Tara Sutaria) જેવી નવી સ્ટારકાસ્ટથી સજેલી ફિલ્મ 'તડપ' એ પહેલા દિવસે 4 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મ નિર્માતાઓને પણ એવી જ અપેક્ષા હતી. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ફિલ્મ ' Tadap' એ બીજા દિવસે (Tadap Box Office Collection Day 2) લગભગ 4.25 કરોડની કમાણી કરી છે. આ રીતે, માત્ર બે દિવસમાં, ફિલ્મે 8.25 કરોડની કમાણી કરી લીધી છે. નિર્માતાઓ આ જબરદસ્ત કમાણીથી ખૂબ જ ખુશ છે. હવે સૌની નજર રવિવાર પર ટકેલી છે, બે દિવસની કમાણી જોઈને કહી શકાય કે, રવિવારે ફિલ્મ ચોક્કસપણે 5 કરોડની નજીકનો બિઝનેસ કરશે.

    મોટા સ્ટાર્સ પર ભારે પડ્યો અહાન

    ફિલ્મની શરૂઆતની કમાણી વિશે કહેવામાં આવી રહ્યું છે કે, દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. અગાઉ રિલીઝ થયેલી જ્હોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા સ્ટારર ફિલ્મ 'સત્યમેવ જયતે' 2 એ પહેલા દિવસે માત્ર 2 કરોડની કમાણી કરી હતી. સૈફ અલી ખાન અને રાની મુખર્જીની ફિલ્મ 'બંટી ઔર બબલી 2'ની વધારે ખરાબ હાલત રહી. આવી સ્થિતિમાં અહાન શેટ્ટી આ મોટા સ્ટાર્સ પર ભારે સાબિત થયો.

    નોંધનીય છે કે, અહાન શેટ્ટીની ફિલ્મ 'તડપ'ને દેશભરમાં 1656 સ્ક્રીન્સ મળી છે, જ્યારે અન્ય દેશોમાં 451 સ્ક્રીન્સ પ્રદર્શિત કરવામાં આવી છે. જો આપણે સ્ક્રીન્સ પર નજર કરીએ તો, ફિલ્મે પહેલા બે દિવસમાં ઘણી કમાણી કરી છે. આ સમયે સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર ફિલ્મ 'અંતિમ' પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે. તેથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ 'તડપ'એ અપેક્ષા કરતા વધુ સારી કમાણી કરી છે.

    આ પણ વાંચોTadap Box Office Collection Day 1: અહાન શેઠ્ઠીનો જબરદસ્ત જાદુ ચાલ્યો, આટલા કરોડની થઈ કમાણી

    'Tadap' એ 'RX 100'ની રિમેક છે

    તમને જણાવી દઈએ કે, અહાન શેટ્ટી અને તારા સુતારિયાની 'તડપ' સુપરહિટ ફિલ્મ 'RX 100'ની રિમેક છે. ફિલ્મમાં અહાન શેટ્ટી સાથે તારા સુતારિયા લીડ રોલમાં છે. સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત, રજત અરોરા દ્વારા લખાયેલ અને મિલન લુથરિયા દ્વારા નિર્દેશિત, ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા આ ફિલ્મ પ્રસ્તુત અને સહ-નિર્માણ કરવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Box Office, Box office Collection

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन