Home /News /entertainment /

Tadap Box Office Collection Day 1: અહાન શેઠ્ઠીનો જબરદસ્ત જાદુ ચાલ્યો, આટલા કરોડની થઈ કમાણી

Tadap Box Office Collection Day 1: અહાન શેઠ્ઠીનો જબરદસ્ત જાદુ ચાલ્યો, આટલા કરોડની થઈ કમાણી

અહાન શેટ્ટી અને તારા સુતારિયાની 'તડપ' સુપરહિટ ફિલ્મ 'RX 100'ની રિમેક છે

Tadap ફિલ્મના ગીત અને ટ્રેલર પછી, 'તડપ'ને પહેલા દિવસે Tadap Box Office Collection Day 1 બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રેમ મળ્યો છે. ફિલ્મ નિર્માતાઓ માની રહ્યા છે કે આવનારા સમયમાં અહાન (Ahan Shetty) બોલિવૂડમાં હજુ વધુ ધમાકા કરવા સક્ષમ.

    'સૂર્યવંશી', 'બંટી ઔર બબલી 2', 'સત્યમેવ જયતે 2' અને 'અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ' પછી, મિલન લુથરિયાના નિર્દેશનમાં બનેલી તડપ (Tadap) વિશ્વભરમાં 1600 થી વધુ સ્ક્રીનમાં રિલીઝ થઈ છે. સુનીલ શેટ્ટી (Sunil Shetty)ના પુત્ર અહાન શેટ્ટી (Ahan Shetty)એ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ફિલ્મના ગીત અને ટ્રેલર પછી, 'તડપ'ને પહેલા દિવસે Tadap Box Office Collection Day 1 બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રેમ મળ્યો છે. શરૂઆતના દિવસે જ અહાન શેટ્ટીનો ધમાકો જોઈને ફિલ્મ નિર્માતાઓ માની રહ્યા છે કે આવનારા સમયમાં અહાન બોલિવૂડમાં હજુ વધુ ધમાકા કરવા સક્ષમ.

    પહેલા દિવસે કેટલી કમાણી કરી

    અહાન શેટ્ટી (Ahan Shetty) અને તારા સુતારિયા (Tara Sutaria)ની ફિલ્મ 'તડપ'એ બોક્સ ઓફિસ (Tadap Box Office Collection) પર ધમાકેદાર શરૂઆત કરી છે. Box OfficeIndia.com અનુસાર, ફિલ્મે પહેલા દિવસે લગભગ 4.30 કરોડની કમાણી કરી છે, જે શાનદાર છે. પહેલા દિવસના હિસાબે તેને સારો નંબર માનવામાં આવી રહ્યો છે.

    વીક-એન્ડ પર રહેશે પડકાર

    ફિલ્મ સમીક્ષકો તેને શ્રેષ્ઠ માની રહ્યા છે કારણ કે સલમાન ખાન અને આયુષ શર્માની 'અંતિમ' હાલમાં સિનેમાઘરોમાં છે. આવી સ્થિતિમાં, લોકો માટે થિયેટરોમાં 'તડપ' જોવી એ મોટી વાત છે. પરંતુ ફિલ્મનો અસલી પડકાર આ વીકેન્ડ પર હશે.

    2021ની ત્રીજી સૌથી મોટી શરૂઆત

    જ્હોન અબ્રાહમની સત્યમેવ જયતે 2 એ પણ પહેલા દિવસે માત્ર 2 કરોડની કમાણી કરી હતી. તો, સલમાન ખાનની અંતિમે પણ પહેલા દિવસે માત્ર 4.75 કરોડ જ કમાણી કરી હતી. આ તમામ બાબતો અને નવી સ્ટાર કાસ્ટને જોતા 'તડપ'ની પહેલા દિવસની કમાણી શાનદાર કહેવામાં આવી રહી છે. 'તડપ' વર્ષ 2021ની ત્રીજી સૌથી મોટી શરૂઆત છે.

    આ પણ વાંચોTadap Movie: અહાન શેઠ્ઠીનો ખુલાસો, 'હું સ્ટાર કિડ તરીકે માત્ર આર્યન ખાનના સંપર્કમાં હતો'

    'Tadap'એ 'RX 100'ની રિમેક છે

    તમને જણાવી દઈએ કે, અહાન શેટ્ટી અને તારા સુતારિયાની 'તડપ' સુપરહિટ ફિલ્મ 'RX 100'ની રિમેક છે. ફિલ્મમાં અહાન શેટ્ટી સાથે તારા સુતારિયા લીડ રોલમાં છે. સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત, રજત અરોરા દ્વારા લખાયેલ અને મિલન લુથરિયા દ્વારા નિર્દેશિત, ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા આ ફિલ્મ પ્રસ્તુત અને સહ-નિર્માણ કરવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Box Office, Box office Collection

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन