Netfix India: પર રિલીઝ થશે તબ્બુની ફિલ્મ, વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં બનશે રૉ એજન્ટ

નેટફ્લિક્સ ઇન્ડિયા પર જોવા મળશે રો એજન્ટનાં રૂપમં તબ્બુ

‘હૈદર’ (Haider) અને ‘મકબૂલ’ (Maqbool) બાદ ફરી જાણીતા ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ (Vishal Bhardwaj) અને તબ્બુ (Tabu) સાથે કામ કરતા જોવા મળશે. આ નવા પ્રોજેક્ટ માટે નેટફ્લિક્સ ઇન્ડિયા પર રિલીઝ થશે જેમાં તબ્બુ સ્પાય એજન્ટનાં રોલમાં નજર આવશે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ‘મકબૂલ’ (Maqbool) અને ‘હૈદર’ (Haider) બાદ વિશાલ ભારદ્વાજ (Vishal Bharadwaj) અને તબ્બુ ફરી સાથે જોવા મળવાના છે. તબ્બુએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ સમાચાર શેર કરતા લખ્યું હતું કે, ‘વિશાલ ભારદ્વાજ સાથે ફરીથી કામ કરવા જઈ રહી છું આ થ્રિલર પ્રોજેક્ટ હશે અને તેનું નામ ‘ખૂફિયા’ છે. તે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.’

    આ પણ વાંચો-નડિયાદમાં જન્મેલો છે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ...'નો કાર્તિક, ફાંકડુ ગુજરાતી બોલી જાણે છે હિરો

    આ ફિલ્મ દ્વારા વિશાલ ભારદ્વાજ પણ ઓટીટી પ્લૅટફૉર્મ પર ડેબ્યુ કરશે. આ સ્પાય થ્રિલર ફિલ્મની વાર્તા વાસ્તવિક ઘટનાઓ પર આધારિત હશે. સૂત્રો અનુસાર, લેખક અમર ભુષણની નવલકથા ‘ઍસ્કેપ ટુ નોવ્હેર’ પર ‘ખૂફિયા’ આધારિત હશે, જેમાં એક રૉ એજન્ટની વાત છે. તેને સંસ્થામાં રહેલા ગદ્દારને શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે. તે ગદ્દાર ભારતના સંરક્ષણ સાથે જોડાયેલા રહસ્યો વેચી રહ્યો છે. તે પાત્ર જાસૂસ તો છે જ, સાથે એક પ્રેમિકા પણ છે. ‘ખૂફિયા’માં તબ્બુ ઉપરાંત અલી ફઝલ, વામિકા ગાબિ અને આશિષ વિદ્યાર્થી સહિતના કલાકારો મહત્વના પાત્રો ભજવવાના છે. અમર ભૂષણ 2005ની સાલમાં કેબિનેટ સચિવાલયમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકે નિવૃત થયા છે. તેમના પુસ્તક ‘ઍસ્કેપ ટુ નોવ્હેર’માં ભારતની અગ્રણી ગુપ્તચર સંસ્થા રૉની કામગીરી વિશે વિગતવાર તથા અંદરૂની માહિતી લખાયેલી છે.








    View this post on Instagram






    A post shared by Tabu (@tabutiful)






    વિશાલ ભારદ્વાજે આ ફિલ્મને લઈને કહ્યું હતું કે, મારો પ્રયત્ન એક એવી જાસૂસી ફિલ્મ બનાવવાનો છે જે દેશના ઇન્ટેલિજન્સ અને જાસૂસી કામને દર્શાવે અને તેની સાથે ઇમોશનલ જર્ની પણ રજૂ થાય. ફિલ્મનો સ્ક્રીનપ્લે રોહન નરુલા તથા વિશાલ ભારદ્વાજે લખ્યો છે.

    આ પણ વાંચો-HBD: ગુજરાતી નાગર બ્રાહ્મણ પિતા અને મુસ્લિમ માતાની સંતાન છે મહેશ ભટ્ટ, જાણો તેમની Inside Story

    તબ્બુ અભિનિત ‘અ સુટેબલ બૉય’ સિરીઝ અગાઉ નેટફ્લિક્સ પર આવી ચૂકી છે. તેણે જણાવ્યું હતું કે, આ મનોરંજક જાસૂસી થ્રિલરનો ભાગ બનવાથી હું ખુશ છું. હંમેશાની જેમ વીબી (વિશાલ ભારદ્વાજ) સાથે કામ કરવું ગમે છે. ‘ઘર વાપસી’ જેવો અનુભવ થઈ રહ્યો છે!








    View this post on Instagram






    A post shared by Tabu (@tabutiful)






    આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

    વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
    Published by:Margi Pandya
    First published: