Home /News /entertainment /

યુવા અભિનેતાએ આમિર ખાન સાથે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું, 10 વર્ષ પછી મોટી સ્ક્રીન પર જોવા મળશે

યુવા અભિનેતાએ આમિર ખાન સાથે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું, 10 વર્ષ પછી મોટી સ્ક્રીન પર જોવા મળશે

આમિર ખાનની સાથે કામ કરી ચૂકેલો આ ચાઈલ્ડ એક્ટર હવે 10 વર્ષ પછી મોડા પડદા પર જોવા મળશે

‘તારે જમીન પર’ 2007માં આવી હતી. તેમાં દર્શીલ સફારીએ ઈશાન અવસ્થીના રોલમાં દર્શકોનું દિલ જીતી લીધું હતું. તે હવે 10 વર્ષ પછી ફિલ્મોમાં વાપસી કરવા માટે તૈયાર છે. આ વર્ષની શરૂઆતમાં દર્શીલ સફારી કેટલાક ઓનલાઈન વીડિયોમાં જોવા મળ્યો હતો, જો કે, તે હવે એક યુવાન એક્ટર તરીકે મોટા પડદા પર વાપસી કરતો જોવા મળશે. રિપોર્ટ્સના અનુસાર, તેણે ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે.

વધુ જુઓ ...

    દર્શીલ સફારીએ ફિલ્મોમાંથી બ્રેક લેવાનું કારણ જણાવ્યું. 25 વર્ષના એક્ટરે હિન્દુસ્તાન ટાઈમ્સને વાતચીતમાં કહ્યું, મેં મારા પિતાને કહ્યું કે હું કોલેજની મજા લેવા માગુ છું, કેમ કે મારી સ્કૂલ લાઈફ પૂરી થઈ ગઈ હતી. હું ચોથા ધોરણથી શૂટિંગ કરી રહ્યો છું. એવું નથી કે મને શૂટિંગમાં મજા નથી આવતી, પરંતુ મને કોલેજ લાઈફ એન્જોય કરવી હતી. કોલેજ લાઈફનો અનુભવ કરવા માગતો હતો.

    View this post on Instagram

    A post shared by Darsheel Safary (@dsafary)

    દર્શીલ કોલેજ લાઈફ એન્જોય કરવા માગતો હતો

    એક્ટરે પોતાને કોલેજમાં પ્લે કરવામાં વ્યસ્ત રાખ્યો, પરંતુ તે સ્વીકાર કરે છે કે તે કેમેરાને ઘણું મિસ કરી રહ્યો હતો. તેણે જણાવ્યું કે, હું મારા જીવનના દરેક દિવસના શૂટિંગને યાદ કરતો હતો. દર્શીલ સફારી છેલ્લી વખત એક સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શોમાં જોવા મળ્યો હતો અને તે ‘મિડનાઈટ્સ ચિલ્ડ્રન’ 2012માં પણ જોવા મળ્યો હતો.

    ‘ટિબ્બા’માં જોવા મળશે દર્શીલ સફારી
    તે હવે નવોદિત દિગ્દર્શક ગૌરવ ખાટી દ્વારા નિર્દેશિત 'ટિબ્બા'માં જોવા મળશે, જ્યાં એક્ટ્રેસ અદા શર્મા અને સોનાલી કુલકર્ણીની સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે.તેણે એક બીજી ફિલ્મ ‘મુફ્ત’ માટે પણ શૂટિંગ કર્યું છે, જેમાં તેને માનસિક સમસ્યાથી પરેશાન છોકરાની ભૂમિકા નિભાવી છે.

    દર્શીલ સફારીને આમિર ખાન પાસેથી કામ માગવામાં આવે છે શરમ
    તેણે એક્ટર આમિર ખાનની સાથે પોતાની કરિયર શરૂ હતી. તે ઈચ્છતો તો આમિરને ફિલ્મમાં કામ માટે કહી શકતો હતો. દર્શીલ સફારી શોર્ટકટ લેવા નથી માગતો. તે જણાવે છે, મને તેમની પાસેથી કામ માગવામાં શરમ આવે છે. મને હંમેશાં લાગે છે કે તમે જે કામ કરવા માગો છો તેને મેળવવા માટે પ્રયાસ કરવા પડે છે. મને લાગે છે કે તે શોર્ટકટ હશે. એવું નથી કે હું લાંબો કટ લેવા માગુ છું, પરંતુ એક લર્નિંગ કટ લેવા માગુ છું. મને લાગે છે કે મને જબરદસ્તી કરવાની જરૂર નથી. રસપ્રદ વાત એ છે કે તેની પહેલી ફિલ્મ માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મુદ્દા પર હતી અને આગામી ફિલ્મ પણ આવી જ છે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन