Home /News /entertainment /'જેઠાલાલે' મેટ્રોની સવારી કરીને કહ્યુ - 'બહુત ખૂબ', યુઝરે કર્યો રિપ્લાઈ- 'બબીતાજીને પણ લઈ જતા...'
'જેઠાલાલે' મેટ્રોની સવારી કરીને કહ્યુ - 'બહુત ખૂબ', યુઝરે કર્યો રિપ્લાઈ- 'બબીતાજીને પણ લઈ જતા...'
દિલીપ જોશીએ કરી મેટ્રોની મુસાફરી
તારક મહેતાના 'જેઠાલાલે' મુંબઈ મેટ્રોની સવારી કર્યા બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અને ફોટો શેર કર્યા હતાં. પોસ્ટ શેર કરતાંની સાથે જ ફેન્સ શાનદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. ચાલો જોઈએ 'કોમેડી કિંગ'ના ફેન્સની કોમેડી કોમેન્ટ્સ.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલના સૌથી પોપ્યુલર એવા સ્ટાર દિલીપ જોશી, જે સિરીયલમાં 'જેઠાલાલ'નું પાત્ર ભજવે છે. હાલ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય નીકાળીને મુંબઈની મેટ્રો ટ્રેનનો અનુભવ કરતા જોવા મળી રહ્યા છે.
ખૂબ જ લાંબા સમય બાદ દિલીપ જોશીએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેટ્રોની મુસાફરીનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દિલીપ જોશી કેસ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે. આ સાથે તેમણે પોતાના ચહેરા પર માસ્ક પહેરલું છે. વીડિયોમાં એક્ટર શહેરની આ સુવિધાનો અનુભવ લઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
દિલીપ જોશીએ પોતાનો મેટ્રોનો અનુભવ લોકો સાથે શેર કર્યો અને લખ્યુ, 'આજે મુંબઈની મેટ્રોમાં મુસાફરી માટે ગયો હતો. અને હું કહેવા માંગું છુ... બહુત ખૂબ! જેણે પણ આ સર્વિસને શક્ય બનાવી તે તમામનો ખૂબ જ આભાર અને તે લોકોનો પણ જેમના જીવનમાં આ સર્વિસની સકારાત્મક અસર પડી છે.'
દિલીપ જોશીની આ પોસ્ટ બાદ તેના ફેન્સ પણ ખૂબ જ ખુશ થઈ ગયા છે. આ સાથે ફેન્સ અમુક શાનદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યુ, 'હવે ગડા ઈલેક્ટ્રોનિક મેટ્રોમાં જાજો....રીક્ષાની મગજમારી ખતમ'
અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યુ, 'બબીતાજીને પણ લઈ જતા, ખુશ થઈ જાત બબીતાજી પણ.' આ સિવાય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, 'જેઠાલાલ સર ક્યાંક તમને રસ્તામાં બાપુજી ના મળી જાય.'
હાલમાં જ દિલીપ જોશીએ એક નવી રીલ શેર કરી હતી જેમાં તે દર્શકોને નીતીશ ભાલુનીનો પરિચય કરાવતા જોવા મળ્યા હતા. નીતીશ ભાલુની હવે શોમાં ટપૂની ભૂમિકા ભજવશે. રાજ અનડકટની જગ્યાએ મેકર્સે ટપ્પુ તરીકે નીતીશને લીધો છે, નોંધનીય છે કે રાજ અનડકટે ડિસેમ્બરમાં 'તારક મહેતા' શો છોડી દીધો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર