ગુરુચરણ સોઢીએ હજુ સુધી ગુડ ન્યૂઝ જાહેર કર્યા નથી, પરંતુ તેના ચાહકો પહેલેથી જ કમેન્ટ્સ સેક્શનમાં વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે અને અનુમાન લગાવી રહ્યા છે કે તે ટીએમકેઓસી પર સોઢીના પાત્ર સાથે તે કમબેક કરી રહ્યો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TV Show TMKOC)ના તમામ ચાહકો માટે સારા સમાચાર આવી શકે છે. દિશા વાકાણી (Disha Vakani) ઉર્ફે દયાબેન હજુ શોમાં કમબેક (Dayaben Comeback) નથી કરી રહી, પરંતુ કોઈ બીજું છે જે શોમાં પરત આવશે. તે બીજું કોઈ નહીં પણ ગુરુચરણ સિંહ (Gurucharan Singh) છે.
અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ટીએમકેઓસી (TMKOC) કેરેક્ટર ગેટઅપમાં પોતાની એક તસવીર (Viral Photos) શેર કરી છે, જેમાં તેણે એક આશ્ચર્યજનક કેપ્શન આપ્યું છે, જેમાં સરપ્રાઇઝ રીવીલ નથી કરી. જો કે, ચાહકો માટે આ પોસ્ટ જોઇને અનુમાન લગાવવું સરળ હતું અને હવે તેઓ સારા સમાચારની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. અહીં અમે તમને તે સરપ્રાઇઝ તસવીર બતાવવા જઇ રહ્યા છીએ.
આપને જણાવી દઇએ કે ગુરુચરણે 2020માં આ શો છોડી દીધો હતો અને બાદમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેણે તેના પિતાની ખરાબ તબિયતને કારણે આ પગલું લીધું હતું. તેણે દેખીતી રીતે જ સર્જરી કરાવી હતી અને જીવનમાં કેટલાક અન્ય કારણો પણ ચાલી રહ્યા હતા, જેને તે શો છોડ્યા પછી ઉકેલવા માંગતો હતો.
હવે, ગુરુચરણ સિંહે તેના ઇન્સ્ટાગ્રામ પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સોઢીના કેરેક્ટરે પહેરેલા કોસ્ચ્યુમ સાથે પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં એક કેપ્શન સાથે લખ્યું છે, "સાચે, યસ, ડિટેઇલ્સ ટૂંક સમયમાં જ. આવતા અઠવાડિયે. સૌનો આભાર, વાહેગુરુ જી ગ્રેસનો આભાર અને આશીર્વાદ"
ગુરુચરણ સોઢીએ હજુ સુધી ગુડ ન્યૂઝ જાહેર કર્યા નથી, પરંતુ તેના ચાહકો પહેલેથી જ કમેન્ટ્સ સેક્શનમાં વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે અને અનુમાન લગાવી રહ્યા છે કે તે ટીએમકેઓસી પર સોઢીના પાત્ર સાથે તે કમબેક કરી રહ્યો છે.
ફેન્સે આપી આવી પ્રતિક્રિયા
ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે કમેન્ટ કરી હતી કે, "મહેતા સાહેબના જવાથી શોમાં જાન નહીં રહે. તેથી જ સોઢીભાઇને તેઓ ફરી શોમાં લાવી રહ્યા છે."
અન્ય એક યુઝરે કમેન્ટ કરી, "તેથી તે ફરી એકવાર #TMKOC પર પાછો આવી રહ્યો છે .. હવે હું આશા રાખું છું કે જૂનુ મહેતા કપલ પણ શોમાં પાછું ફરે." ત્રીજા યુઝરે કમેન્ટ કરી કે, "હા, આ એક ખૂબ જ સારા સમાચાર છે, સોઢી પાજી આતુરતાથી તમારી રાહ જોઈ રહ્યા છીએ." તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મહેતા સાહેબનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાને ફરી શોમાં પાછા આવતા જોવું પણ ફેન્સ માટે ખરેખર રસપ્રદ રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર