તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યારે ચર્ચામાં છે. તેના દરેક પાત્ર સાથે સંબંધિત ડિટેલ લોકો જાણવા માગે છે. આવું જ એક પાત્ર છે ‘ગોકુલધામ સોસાયટી’ના એકમેવ સેક્રેટરી ‘આત્મારામ તુકારામ ભિડે’ની જૂની સોનુ ભીડે એટલે કે નિધિ ભાનુશાળી જે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યારે ચર્ચામાં છે. તેના દરેક પાત્ર સાથે સંબંધિત ડિટેલ લોકો જાણવા માગે છે. આવું જ એક પાત્ર છે ‘ગોકુલધામ સોસાયટી’ના એકમેવ સેક્રેટરી ‘આત્મારામ તુકારામ ભિડે’ની જૂની સોનુ ભીડે એટલે કે નિધિ ભાનુશાળી જે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નિધિ અત્યારે દેશ વિદેશમાં ફરી રહી છે અને પોતાના ફેન્સ માટે ટ્રાવેલ ગાઈડનું કામ કરી રહી છે.
નિધિ ભાનુશાળી ઘણા સમય પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહી ચૂકી છે, પરંતુ તેમ છતાં તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. નિધિ એક વખત ફરીથી ચર્ચામાં આવી ગઈ છે, તેણે હાલમાં જ એક બીચ હાઉસ ખરીદ્યું છે. ટીવીની આ પોપ્યુલર એક્ટ્રેસ અત્યારે પોતાના આ ઘરને સજાવવામાં વ્યસ્ત છે.
નિધિએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીર શેર કરતા ફેન્સને ગુડ ન્યૂઝ આપી છે. ફોટોના બેકગ્રાઉન્ડમાં તમે બ્લૂ કલરનું સુંદર ઘર જોઈ શકો છો. નિધિએ જણાવ્યું કે, આ તેનું ઘર છે, જેને તેણે જાતે પેઈન્ટ પણ કર્યું છે. જો કે આ ડ્રીમ બીચ હાઉસ માટે એક્ટ્રેસને મોટી કિંમત ચૂકવવી પડી છે.
આટલી કિંમત ચૂકવી
તસવીર શેર કરતા એક્ટ્રેસે લખ્યું- હું ટૂંક સમયમાં મારા પોતાના ઘરમાં શિફ્ટ થવાની છું, જેને મેં જાતે પેન્ટ કર્યું છે. જો કે, તેના માટે મેં મારી ફેવરેટ શર્ટની કિંમત ચૂકાવી છે. તસવીરમાં જોઈ શકાય છે કે તેના સ્કાઈ બ્લૂ શર્ટ પર પેન્ટનો કલર લાગેલો છે. નિધિએ તેની સાથે શોર્ટ્સ પહેર્યું છે.
સોનુના પાત્રે ચાહકોનું દિલ જીતી લીધું હતું
શેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે કે તે તેના લિવિંગ રૂમમાં બેઠેલી જોવા મળી રહી છે. આજુબાજુ ફર્નિચર દેખાય છે. તે જ સમયે, પલક પણ એથનિક વસ્ત્રો પહેરે છે, જે તેના પર ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પાત્ર સાથે પલક સિંધવાનીની લોકપ્રિયતાનો ગ્રાફ વધ્યો છે. સોનુના પાત્રમાં તેના ફેન્સ તેને ખૂબ પસંદ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર