ટીવીના સૌથી પોપ્યુલર 'તારક મહેતા'ના શોથી પ્રસિદ્ધી મેળવનાર ભવ્ય ગાંધી નાનાં ટપ્પુનું પાત્ર ભજવતો હતો. હાલ તે મોટો થઈ ગયો છે અને તેની ખૂબ જ સુંદર ગર્લફ્રેન્ડ પણ છે. જે બોલ્ડનેસમાં બબીતાજીને પણ ટક્કર આપે છે!
મુંબઈઃ તારક મહેતાના સૌથી નાનાં ટપ્પુએ યુવાવસ્થામાં પગ મુકતા જ ખૂબ જ સુંદર ગર્લફ્રેન્ડ બનાવી છે, જે હૉટનેસમાં બબીતા જીને પણ ટક્કર આપે છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોથી પોપ્યુલર થયેલો એક્ટર ટપ્પુ પોતાની એક્ટિંગથી લોકોનું મનોરંજન કરે છે. આજે અમે તમને તેના જીવન વિશે અમુક વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
ખૂબ જ હૉટ છે ટપ્પુની ગર્લફ્રેન્ડ
જણાવી દઈએ કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ટપ્પુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીએ ઘણા સમય પહેલા જ આશો છોડી દીધો હતો. હાલ તેની એક ગર્લફ્રેન્ડ પણ છે. જેનું નામ દિગાંગના સૂર્યવંશી છે. ટપ્પુ શો છોડીને હવે મોડેલિંગ અને ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવી રહ્યો છે. દિગાંગના ખૂબ જ સુંદર એક્ટ્રેસ છે, તેણી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. ખાસ વાત એ છે કે તેણી રાજવી પરિવારમાંથી આવે છે.
ભવ્ય ગાંધીની ગર્લફ્રેન્ડ દિગાંગના સૂર્યવંશીએ ગોવિંદા સાથે ફિલ્મ 'રંગીલા રાજા'માં કામ કરેલું છે. ત્યારબાદ તેણી ઘણા ટીવી સીરિયલમાં પણ જોવા મળી ચુકી છે. આ બંનેની ઉંમરમાં ઘણો મોટા તફાવત છે. પરંતુ ઉંમર ક્યારેય પ્રેમમાં આડી નથી આવતી!
રિપોર્ટ અનુસાર, ટપ્પૂને ગુજરાતી સિનેમામાં એક સારી ફિલ્મ ઓફર કરવામાં આવી હતી. આ સાથે કહેવામાં આવી રહ્યુ છે કે, તેને શોમાં સાઈડલાઈન કરવામાં આવ્યો હતો, તેથી તેણે શો છોડી દીધો. હાલ, ભવ્ય ગાંધી મોડેલિંગમાં પોતાનું કરિયર બનાવી રહ્યો છે. એક્ટ્રેસ દિગાંગના સૂર્યવંશી પોતાના શાનદાર લુક્સ અને એક્ટિંગ સ્કિલ માટે જાણીતી છે. આ એક્ટ્રેસ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ સામેલ થઈ હતી. જ્યારે રાજસ્થાનથી આ યાત્રા પસાર થઈ રહી હતી, ત્યારે તેણીએ આ યાત્રામાં ભાગ લીધો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર