Home /News /entertainment /TMKOC: ITA એવોર્ડમાં જેઠાલાલ અને બબીતાજીની મુલાકાત, હસીને હાથ મિલાવતો VIDEO વાયરલ
TMKOC: ITA એવોર્ડમાં જેઠાલાલ અને બબીતાજીની મુલાકાત, હસીને હાથ મિલાવતો VIDEO વાયરલ
Taarak Mehta Ka Ooltah Chashmah : આ વિડીયોમાં દિલીપ જોશી (Dilip Joshi) મુનમુન દત્તા (Munmun Dutta) ને કંઈક પૂછીને હાથથી ઈશારો કરી રહ્યા છે. આ વાયરલ વિડીયો (Viral Video) ચાહકોને ખૂબ ગમ્યો છે. આ વિડીયોને અત્યાર સુધીમાં ચાહકો તરફથી 1 લાખથી વધુ લાઇક્સ અને અસંખ્ય કોમેન્ટ મળી ગઈ છે
Taarak Mehta Ka Ooltah Chashmah : આ વિડીયોમાં દિલીપ જોશી (Dilip Joshi) મુનમુન દત્તા (Munmun Dutta) ને કંઈક પૂછીને હાથથી ઈશારો કરી રહ્યા છે. આ વાયરલ વિડીયો (Viral Video) ચાહકોને ખૂબ ગમ્યો છે. આ વિડીયોને અત્યાર સુધીમાં ચાહકો તરફથી 1 લાખથી વધુ લાઇક્સ અને અસંખ્ય કોમેન્ટ મળી ગઈ છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના મુખ્ય કલાકાર દિલીપ જોશી (Dilip joshi) અને મુનમુન દત્તા (Munmun datta) બહોળો ચાહક વર્ગ ધરાવે છે. સિરિયલમાં તેમની જોડી લોકોને હસાવે છે. ત્યારે તાજેતરમાં જ આ બંને કલાકારો ઇન્ડિયન ટેલિવિઝન એકેડમી એવોર્ડ્સ (ITA)માં મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે હસતાં હસતાં કેમેરા સામે પોઝ આપતાં હાથ મિલાવ્યા હતા. તેમની આ મુલાકાતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ક્લિપમાં દિલીપ જોશીએ ચમકતો મરૂન સૂટ પહેરેલો જોઇ શકાય છે, જ્યારે મુનમુન દત્તા વ્હાઇટ ડ્રેસમાં ગ્લેમરસમાં નજર આવી રહી છે.
અહીં આપેલી લિંક પર ક્લિક કરી તમે દિલીપ જોશી અને મુનમુન દત્તાની મુલાકાતનો વિડીયો જોઈ શકો છો.
https://www.instagram.com/p/CaxJsb3Ksxb/
આ વિડીયોમાં દિલીપ જોશી મુનમુન દત્તાને કંઈક પૂછીને હાથથી ઈશારો કરી રહ્યા છે. આ વાયરલ વિડીયો ચાહકોને ખૂબ ગમ્યો છે. આ વિડીયોને અત્યાર સુધીમાં ચાહકો તરફથી 1 લાખથી વધુ લાઇક્સ અને અસંખ્ય કોમેન્ટ મળી છે.
ઉલ્લેખનીય છે કે, દિલીપ જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવે છે અને મુનમુન દત્તાએ ભજવેલા પાત્ર બબીતા પર તેનો ક્રશ છે. તારક મહેતા સીરિયલમાં જેઠાલાલ હંમેશા મુનમુનની યાદોમાં ખોવાયેલા રહે છે અને ઘણા ફની મોમેન્ટસ જોવા મળે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોના અભિનયની પ્રશંસા કરતા ચાહકે કોમેન્ટ કરી હતી કે, આ કલાકારોએ પ્રેક્ષકોમાં ખાસ પ્રતિષ્ઠા ઉભી કરી છે. આ અભૂતપૂર્વ કોમેડી માટે જાણીતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લોકપ્રિયતા દર્શાવે છે.
ટેલિવિઝનના ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલનારો ટેલિવિઝન શો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું પ્રથમ પ્રસારણ 2008માં થયું હતું અને હવે તે ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલનારો ટેલિવિઝન શો છે. આ શો ચિત્રલેખા મેગેઝિનમાં દિવંગત કટારલેખક તારક મહેતાની સાપ્તાહિક ગુજરાતી કોલમ દુનિયાને ઊંધા ચશ્મા પર આધારિત છે અને તેમાં દિલીપ જોશી, દિશા વાકાણી, ભવ્ય ગાંધી અને અન્નપૂર્ણા જેવા લોકપ્રિય ટીવી કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
આ શોનું નિર્માણ અસિતકુમાર મોદી દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું પ્રસારણ Sony SAB પર કરવામાં આવે છે. આ શો ટેલિવિઝન પર સૌથી લાંબા સમય સુધી ચાલનારા ડેઇલી સિટકોમનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર