Home /News /entertainment /

જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતાજીએ યૌન શોષણ અંગે કર્યો હતો ચોંકાવનારો ખુલાસો!

જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતાજીએ યૌન શોષણ અંગે કર્યો હતો ચોંકાવનારો ખુલાસો!

મુનમુન દત્તાએ વાત કરી યોન શોષણ પર

અભિનેત્રી મુનમુન દત્તાએ 2017માં ખુલાસો કર્યો હતો કે કઈ રીતે અલગ અલગ લોકોએ અલગ અલગ સંજોગોમાં તેની સાથે છેડછાડ(Munmun Dutta sexual abuse) કરી હતી.

  લોકપ્રિય ટીવી અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શોમાં બબીતા અય્યરનું પાત્ર ભજવવા માટે જાણીતી છે. તે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીની સૌથી બેબાક સેલેબ્સમાંથી એક છે. હાલમાં અભિનેત્રીએ રાજ અનડકટ સાથે તેની ડેટિંગને લઈને ઉડેલી અફવાઓ અને ટ્રોલ્સનો જવાબ આપ્યો હતો.

  આ પણ વાંચો: મુનમુન દત્તા સાથે ફલર્ટ કરે છે તેનો પરિણીત મિત્ર, ‘બબીતાજી’ આપે છે આવી પ્રતિક્રિયા

  મુનમુને 2017માં બધાનું ધ્યાન ખેંચ્યુ હતું, જ્યારે તેણે જણાવ્યું હતું કે તેના અંકલ, ટિચર અને કઝિને તેનું યોન શોષણ (Munmun Dutta sexual abuse) કર્યું હતું. મુનમુને ત્યારે એક લાંબી નોટમાં લખ્યું હતું કે, આવું કંઈક લખતી વખતે એ બાબતોને યાદ કરતા આંસૂ આવી જાય છે જ્યારે હું પાડોશના અંકલ અને તેમની ખરાબ આંખોથી ડરતી હતી. જે તક મળતા જ મને પકડી લેતા હતા અને ધમકાવતા હતા કે કોઈને હું કંઈ ન જણાવી દઉં. મોટી ઉંમરનો કઝિન જે મને ખરાબ નજરે જોતો હતો કે પછી એ માણસ જેણે મને હોસ્પિટલમાં જન્મ સમયે જોઈ હતી અને 13 વર્ષ બાદ તેણે વિચાર્યું કે મારી બૉડીને અડકવું યોગ્ય છે, કેમ કે હું મોટી થઈ રહેલી ટીનેજર હતી મારું શરીર હવે અલગ હતું.


  મારા ટ્યુશન ટીચર જેનો હાથ મારા અન્ડરપેન્ટમાં હતો. એક અન્ય ટીચર, જેને મેં રાખડી બાંધી હતી, જે ક્લાસમાં વિદ્યાર્થીઓની બ્રા સ્ટ્રેપ ખેંચીને વઢતો હતો કે પછી રેલ્વે સ્ટેશનનો એ માણસ જેણે મને પકડી લીધી હતી.

  આ પણ વાંચો: શું તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસી કરી રહ્યો છે જૂનો સોઢી? ગુરુચરણ સિંહે આપ્યો આવો જવાબ

  મુનમુન દત્તાએ આગળ લખ્યું હતું કે, કેમ? કેમ કે તમે નાના છો અને બોલવાથી ડરો છો. એટલો ડર લાગે છે કે તમને ગળું ઘોટાઈ રહ્યું હોય તેવું લાગે છે. તમે એ નથી જાણતા કે આ બધું તમે તમારા માતા-પિતાને કઈ રીતે સમજાવશો. તમે આ વાત વિશે એક શબ્દ પણ નથી કહી શક્તા કેમ કે તમને શરમ આવે છે, સંકોચ થાય છે. પછી તમને પુરુષો પ્રત્યે ઊંડી નફરત થવાનું શરૂ થઈ જાય છે, કેમ કે તમે જાણો છો કે એ અપરાધી જેણે તમને આવો અનુભવ કરાવ્યો હોય. એ ખરાબ, ગંદા અનુભવો જેનાથી દૂર થવામાં વર્ષો લાગી જાય છે. હું રાજી છું કે લોકો આજે એકસાથે આ આંદોલનમાં જોડાઈ ગયા છે, કે જે લોકોને તે વિશ્વાસ કરાવે છે કે મને પણ નહોતી માફ કરવામાં આવી. મારા સાથે પણ આવું થયું હતું. પરંતુ, જો આજે કોઈ મારી સાથે તેવું કરવાની કોશિશ કરશે તેને હું ફાડી નાખીશ. હું આજે જે છું તેના પર મને ગર્વ છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Metoo, Munmun Dutta, Taarak Mehta Ka Ooltah Chashma

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन