Home /News /entertainment /'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના થીમ પર બન્યું છે આ રેસ્ટોરન્ટ, શું તમે લીધી આ રેસ્ટોરન્ટની મુલાકાત?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના થીમ પર બન્યું છે આ રેસ્ટોરન્ટ, શું તમે લીધી આ રેસ્ટોરન્ટની મુલાકાત?

કારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થીમ રેસ્ટોરન્ટ, અમરાવતી

આ રેસ્ટોરન્ટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (tarak mehta ka ulta chashma) થીમ આધારિત રેસ્ટોરન્ટ (TMKOC Restaurant) છે. સીરીયલમાં જોવા મળતી ગોકુલધામ સોસાયટી અહીં ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં રેસ્ટોરન્ટ ઉભું કરવામાં આવ્યું છે, જુઓ ક્યાં આવેલુ છે?

વધુ જુઓ ...
  સબ ચેનલ પર આવતી દેશની જ નહીં, પરંતુ વિદેશીઓની પણ લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (tarak mehta ka ulta chashma) સૌથી લોકપ્રિય ટેલિવિઝન શોમાંનો એક છે. આ શો એક વ્યાપક અને મોટો ચાહક વર્ગ ધરાવે છે. સીરીયલનું એક એક કેરેક્ટર નહીં પણ જેઠાલાલ ચંપકલાલ ગડા, ભીડે હોય કે પત્રકાર પોપટલાલ હોય, શોના દરેક પાત્રો સમયાંતરે ઘર-ઘરમાં જાણીતા બની ગયા છે. પણ શું તમે જાણો છો કે મુંબઈનું એક રેસ્ટોરન્ટ પણ છે, જે અસિત કુમાર મોદીના આ શોથી પ્રેરિત છે?

  મહારાષ્ટ્રમાં અમરાવતી પાસે આવેલું આ તારક મહેતા થીમ (TMKOC Restaurant) પર બનેલ રેસ્ટોરન્ટની મુલાકાત તમે લીધી છે? આ રેસ્ટોરન્ટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થીમ આધારિત રેસ્ટોરન્ટ છે. સીરીયલમાં જોવા મળતી ગોકુલધામ સોસાયટી અહીં ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં રેસ્ટોરન્ટ ઉભું કરવામાં આવ્યું છે.

  રેસ્ટોરન્ટમાં TMKOC જેવું જ કમ્પાઉન્ડ પણ છે. આટલું જ નહીં આ વિડીયોમાં તમે જોશો કે, રેસ્ટોરન્ટ સેમ સેટ જેવું જ લાગી રહ્યું છે. જેઠાલાલ જાણે તમારું સ્વાગત કરતા હોય તેમ ગેટ પાસે જેઠાલાલના પાત્રનું કટઆઉટ પણ મુકવામાં આવ્યું છે. આ સિવાય ભીડે, પોપટલાલ, બબીતા તમામ પાત્રોના કટઆઉટ પણ આસપાસ રાખવામાં આવ્યા છે. કહેવાની જરૂર તો નથી પણ TMKOCના ચાહકો માટે સંપૂર્ણ ગો-ટૂ પ્લેસ જેવું લાગે છે.

  TMKOC રેસ્ટોરન્ટનો વિડીયો

  આ સ્થળનો વિડીયો Instagram પર ફૂડ બ્લોગિંગ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિડીયોને પોસ્ટ કરતાં લખ્યું છે કે, “અમરાવતી નજીક TMKOC પ્રેરિત રેસ્ટોરન્ટ ખૂબ જ અદ્ભુત છે. તે સંપૂર્ણપણે ગોકુલધામ સોસાયટીનું પ્રતિનિધિત્વ કરે છે, જેમ કે રંગોળી મેન પણ, મને લાગે છે કે આ રેસ્ટોરન્ટની મુલાકાત તમારે અવશ્ય લેવી જોઇએ."

  સોશિયલ મીડિયામાં વિડીયો વાઇરલ

  TMKOC રેસ્ટોરન્ટનો આ વિડીયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. એટલું જ નહીં યુઝર્સ વિડીયો પર રમુજી કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "શું તેઓ જલેબી ફાફડા પીરસે છે?" તો અન્ય ચાહકે લખ્યું કે, " યે પુરાના ઓરિજિનલ સેટ લગ રહા હૈ."

  આ પણ વાંચોરસપ્રદ : મહાભારતના ભીમને યાદ કરતાં એક નજર કરી લઇએ સીરીયલના બીજા પાત્રો પર...

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશે વાત કરીએ તો, આ શો જુલાઇ 2008માં પ્રીમિયર થયો હતો અને તે 13 વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ શોએ ગયા વર્ષે 3300 એપિસોડ પૂરા કર્યા હતા. આ પ્રસંગે શોના નિર્માતા અસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, “અમારા માટે મહત્ત્વની બાબત એ છે કે આ શો છેલ્લા 13 વર્ષથી લોકોના ચહેરા પર સ્મિત લાવવામાં સફળ રહ્યો છે. હું બધા દર્શકો અને ચાહકોનો આટલા વર્ષો સુધી પ્રેમ અને સમર્થન આપવા માટે આભાર માનું છું. અમે જીવનને હાસ્ય, ખુશી અને સકારાત્મકતાથી ભરી દે તેવો કન્ટેન્ટ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Tarak Maheta ka Ulta chasma, TMKOC

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन