તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શોએ તેની સ્ટાર કાસ્ટને દુનિયાભરમાં પ્રખ્યાત કરી. શોમાં 'ટપ્પુ'નું પાત્ર ભજવતા રાજ અનડકટ (Raj Anadkat) વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) એ ટીવી શો છે, જે ટેલિવિઝન ઇતિહાસનો સૌથી સફળ શો છે. છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરે છે. આ શોમાં ઘણા એવા કલાકારો છે, જેઓ વર્ષોથી આ શોનો ભાગ છે. એક કારણ એ પણ છે કે, આ શોએ તેની સ્ટાર કાસ્ટને દુનિયાભરમાં પ્રખ્યાત કરી. શોમાં 'ટપ્પુ'નું પાત્ર ભજવતા રાજ અનડકટ (Raj Anadkat) વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સમાચાર એ છે કે, ટૂંક સમયમાં સિટકોમને અલવિદા કહી શકીએ છીએ. આ મામલે શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી ( Asit Kumarr Modi)નું નિવેદન પણ સામે આવ્યું છે.
રાજ અનડકટે 2017માં શોમાં એન્ટ્રી કરી હતી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના રાજ અનડકટ (Raj Anadkat) એટલે કે ટપ્પુ (Tappu aka Raj Anadkat) એ શો છોડવાનું મન બનાવી લીધું છે. રાજ વર્ષ 2017 થી શોનો ભાગ બન્યો જ્યારે ભવ્ય ગાંધીએ 'ટપ્પુ'નું પાત્ર ભજવવાની ના પાડી. Koimoiના રિપોર્ટ અનુસાર, 'Tappu' ટૂંક સમયમાં શો છોડવા જઈ રહ્યો છે.
ટીમ સાથે ચાલી રહી છે મુશ્કેલી!
રિપોર્ટમાં નજીકના સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, રાજનું સફર ખાટુ-મીઠુ રહ્યું. એવું ઘણી વખત બન્યું છે કે ટીમે તેમની સાથે એડજસ્ટ થવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હવે વસ્તુઓ કામ કરી રહી નથી. ન તો તે બહુ લાંબો સમય ટકી રહેવા માટે તૈયાર છે કે ન તો કાસ્ટ અને ક્રૂ તેને રહેવા માટે કહે છે.
શું કહ્યું - અસિત કુમાર મોદી
જો કે હજુ સુધી આ મામલે રાજ અનડકટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તો બીજી બાજુ આ બાબતે શોના નિર્માતા અસિત કુમાર મોદીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે રાજ શો છોડવા અંગે તેમની પાસે કોઈ અપડેટ નથી. તેમણે નિખાલસતાથી કહ્યું, 'મને કંઈ ખબર નથી'.
જો કે, આ સમાચાર પછી, ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, શોના નિર્માતાઓ અને રાજ અનડકટ વચ્ચે જે કંઈપણ મતભેદ છે તે જલ્દીથી ઉકેલાઈ જાય અને ટપ્પુ શોમાં કામ કરવાનું ચાલુ રાખે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર