Home /News /entertainment /Taarak Mehta Ka Ooltah Chashmah : આસિત મોદીએ 'સુંદર'ને કરી આજીજી 'દયાબેન' ને હવે તો મોકલો

Taarak Mehta Ka Ooltah Chashmah : આસિત મોદીએ 'સુંદર'ને કરી આજીજી 'દયાબેન' ને હવે તો મોકલો

આસિત મોદીએ સુંદરને કરી આજીજી.. હવે મોકલો 'દયાબેનને'

Taarak Mehta Ka Ooltah Chashmah: જ્યારે અસિત મોદી (Asit Modi) એ મયુર વાકાણીને (Mayur Vakani) દયાબેનને (Dayaben) પરત મેળવવા વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું, "હું વાત કરું છું. તમે ચિંતા કરશો નહીં. હું તમારી સ્થિતિ સમજી શકું છું." આ પછી અસિત મોદીએ મજાકમાં બધાને અમદાવાદ જવાનું કહ્યું અને દિશા વાકાણીને શોમાં પાછા ફરવાની વિનંતી કરવાં જણાવ્યું

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં દયા ભાભી એટે કે દિશા વાકાણી નાં ન આપવા માટે પ્રોડ્યુસર અસિત મોદીએ તેનાં ભાઇ સુંદરલાલ એટલે કે મયૂર વાકાણીને જવાબદાર ઠેરવ્યો છે. જોકે આ બધુ જ મજાકિયા અંદાજમાં થયું હતું, ખરેખરમાં હાલમાં જ શોમાં જેઠાલાલએ નવી ગડા ઇલેક્ટ્રોનિક્સનું લોકાર્પણ કર્યું છે. આ શમયે શોનાં પ્રોડ્યુસર અસિત મોદી (Asit Modi), એક્ટર દિલીપ જોશી (Dilip Joshi) અને મયૂર વાકાણી (Mayur Vakani)એ મીડિયા સાથે વાત કરી હતી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન થઇ મજાની વાતો

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, જ્યારે અસિત મોદીએ મયુર વાકાણી પર દિલીપ જોશી અને અન્યો પર દિશા વાકાણીની પરત ફરવા અંગે મૂર્ખ બનાવવાનો આરોપ મૂક્યો, ત્યારે મયુરે જવાબ આપ્યો, "મારા પ્રિય અસિત સર. જ્યાં સુધી માતા પરવાનગી નહીં આપે ત્યાં સુધી મારી બહેન આવશે નહીં."

આસિત મોદીએ વધુમાં જણાવ્યું હતું કે મયૂર માત્ર દિલીપ જોશી અને તેમના ચાહકો માટે જ નહીં, પરંતુ તેમને પણ છેતરે છે. તેમને પણ જેઠાલાલની જેમ ઘણી બધી વખત ગોળીઓ પીવડાવે છે. તેણે કહ્યું કે, હું દયાબેનના પરત આવવા અંગે જવાબ આપીને થાકી ગયો છું. આના પર મયુરે કહ્યું, "તમારે ફરી એકવાર ઘરે આવવું પડશે, માને મળવું પડશે મળો. માને મળશો...." અસીત મોદીએ વચ્ચેથી વાત કાપને પ્રશ્ન પૂછ્યો કે શું તેઓ જાણે છે કે ગડા પરિવારની શું હાલત છે? આટલું જ નહીં, અસિત મોદીએ ત્યાં સુધી કહ્યું કે જ્યારે તમે લગ્ન કરશો ત્યારે તમને ખબર પડશે કે તે કેટલું મુશ્કેલ છે. જવાબમાં મયુરે કહ્યું, "હું સમજું છું. હું મારા વહાલા ભાભીની હાલત જાણું છું, હું તેને પરેશાન થતા જોઈ શકું છું."
મયુર બોલ્યો - ચિંતા ના કર, હું વાત કરું છું
જ્યારે અસિત મોદીએ મયુર વાકાણીને દયાબેનને પરત મેળવવા વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું, "હું વાત કરું છું. તમે ચિંતા કરશો નહીં. હું તમારી સ્થિતિ સમજી શકું છું." આ પછી અસિત મોદીએ મજાકમાં બધાને અમદાવાદ જવાનું કહ્યું અને દિશા વાકાણીને શોમાં પાછા ફરવાની વિનંતી કરી.

નવી દયા ભાભી માટે ચાલુ ઓડિશન
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયા ભાભીનું પાત્ર છેલ્લા પાંચ વર્ષથી ગાયબ છે. ઘણી વખત એવા અહેવાલો આવ્યા છે કે ટૂંક સમયમાં નિર્માતા આ પાત્રને શોમાં પરત લાવવાના છે. પરંતુ દરેક વખતે તે માત્ર સમાચાર પૂરતું જ સીમિત હતું. હાલમાં જ આસિત મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે દિશા વાકાણી ક્યારેય શોમાં પરત નહીં ફરે. તેણે એમ પણ કહ્યું કે દયાબેનના નવા પાત્ર માટે ઓડિશન શરૂ થઈ ગયા છે.
First published:

Tags: Daya Ben, Dilip Joshi, Disha vakani, Jethalal, Taarak Mehta Ka Ooltah Chashmah, TMKOC

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો