Home /News /entertainment /સિરિયલમાં નવા તારક મહેતા આવતાં જ શૈલેષ લોઢાએ વ્યંગ્ય પોસ્ટ કરી, આસિત મોદીને ટાર્ગેટ કર્યા?
સિરિયલમાં નવા તારક મહેતા આવતાં જ શૈલેષ લોઢાએ વ્યંગ્ય પોસ્ટ કરી, આસિત મોદીને ટાર્ગેટ કર્યા?
તારક મહેતા શો છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં છે, કેમ કે શોના મોટાભાગના ફેવરેટ કલાકારોએ અચાનર શો છોડી દીધો હતો. તેમાં એક્ટર શૈલેષ લોઢાનું નામ પણ સામેલ છે. રિપોર્ટ્સના અનુસાર, શૈલેષે શોના મેકર આસિત કુમાર મોદી સાથે વિવાદના કારણે શો છોડી દીધો હતો. શૈલેષના અચાનક શો છોડવાથી ટીઆરપી પર ખરાબ અસર પડી હતી. શો છોડ્યા પછી શૈલેષ ચુપ નથી બેઠો તે સતત સોશિયલ મીડિયા પર કટાક્ષભરી પોસ્ટ લખીને મેકર્સ પર નિશાન સાધતો રહે છે. આવી સ્થિતિમાં હવે સચિન શ્રોફની એન્ટ્રી પછી શૈલેષે ઈન્સ્ટાગ્રામ પર વ્યંગભરી પોસ્ટ શેર કરી છે.
તારક મહેતા શો છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં છે, કેમ કે શોના મોટાભાગના ફેવરેટ કલાકારોએ અચાનર શો છોડી દીધો હતો. તેમાં એક્ટર શૈલેષ લોઢાનું નામ પણ સામેલ છે. રિપોર્ટ્સના અનુસાર, શૈલેષે શોના મેકર આસિત કુમાર મોદી સાથે વિવાદના કારણે શો છોડી દીધો હતો. શૈલેષના અચાનક શો છોડવાથી ટીઆરપી પર ખરાબ અસર પડી હતી. શો છોડ્યા પછી શૈલેષ ચુપ નથી બેઠો તે સતત સોશિયલ મીડિયા પર કટાક્ષભરી પોસ્ટ લખીને મેકર્સ પર નિશાન સાધતો રહે છે. આવી સ્થિતિમાં હવે સચિન શ્રોફની એન્ટ્રી પછી શૈલેષે ઈન્સ્ટાગ્રામ પર વ્યંગભરી પોસ્ટ શેર કરી છે.
તારક મહેતા શો છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં છે, કેમ કે શોના મોટાભાગના ફેવરેટ કલાકારોએ અચાનર શો છોડી દીધો હતો. તેમાં એક્ટર શૈલેષ લોઢાનું નામ પણ સામેલ છે. રિપોર્ટ્સના અનુસાર, શૈલેષે શોના મેકર અસિત કુમાર મોદી સાથે વિવાદના કારણે શો છોડી દીધો હતો. શૈલેષના અચાનક શો છોડવાથી ટીઆરપી પર ખરાબ અસર પડી હતી. શો છોડ્યા પછી શૈલેષ ચુપ નથી બેઠો તે સતત સોશિયલ મીડિયા પર કટાક્ષભરી પોસ્ટ લખીને મેકર્સ પર નિશાન સાધતો રહે છે. આવી સ્થિતિમાં હવે સચિન શ્રોફની એન્ટ્રી પછી શૈલેષે ઈન્સ્ટાગ્રામ પર વ્યંગભરી પોસ્ટ શેર કરી છે.
શૈલેષ લોઢાએ પોસ્ટમાં ઘણું બધું કહી દીધું છે. એક્ટરે આ પોસ્ટમાં કોઈ પણ વ્યક્તિનું નામ લીધું નથી, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા યુઝર્સ એમ જ માને છે કે આ કટાક્ષ 'તારક મહેતા..'ના પ્રોડ્યૂસર અસિત મોદી પર જ કરવામાં આવ્યો છે. શૈલેષે પોતાની હસતી તસવીર શૅર કરી છે અને કેપ્શનમાં કહ્યું હતું, 'આજની વ્યક્તિ પર એક લેટેસ્ટ વ્યંગ્ય કવિતા.'
મેરા હી ચેહરા સબ સે બડા હો યાર તુમ કિતને અસુરક્ષિત ઔર ડરે હો પરિભાષા તક નહીં જાનતે ઈમાન કી ઈતની બાર અપના કહીં બદલતે હો કીંમત તો પતા હી નહીં જુબાન કી અગર આત્મા હોતી તુમ મેં તો પૂછતા ક્યા કભી ઉસે ટટોલા થા વૈસે એક સવાલ જરૂર હૈ આખિરી બાર તુમને સચ કબ બોલા થા? #શૈલેષકીશૈલી
શૈલેષ લોઢાની આ પોસ્ટ ત્યારે આવી છે, જ્યારે નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફનું કાસ્ટિંગ કન્ફર્મ થયું. શૈલેષ તથા અસિત મોદી વચ્ચે તણાવ હતો. ઇન્ટરવ્યૂમાં બંને વચ્ચે કોલ્ડ વૉર હોવાનું સ્પષ્ટ દેખાઈ આવતું હતું.
શા માટે શૈલેષ લોઢાએ શો છોડ્યો?
અસિત મોદી મહિનામાં શૈલેષ લોઢાને 15 દિવસથી વધુ દિવસ સેટ પર બોલાવતા નથી, આથી જ શૈલેષ લોઢાએ બાકીના સમયમાં અન્ય પ્લેટફોર્મ પર આવતાં કવિતા બેઝ શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અસિત મોદીએ શૈલેષ લોઢાને વિનંતી કરી હતી કે તે કોન્ટ્રેક્ટ તોડીને બીજા શોમાં કામ કરી શકે નહીં. તે આ રીતની પરવાનગી પણ આપી શકે નહીં. જો તે એકને મંજૂરી આપશે તો બાકીના કલાકારો પણ કોન્ટ્રેક્ટ તોડશે.
અસિત મોદીએ સિરિયલમાં કામ કરતા તમામ કલાકારો સાથે એક ખાસ કોન્ટ્રેક્ટ કર્યો છે. આ કોન્ટ્રેક્ટ પ્રમાણે, સિરિયલમાં કામ કરતા કલાકારો અન્ય બીજું કોઈ કામ કરી શકે નહીં. પછી ભલે તેમને મહિનામાં 15 દિવસ ઘરે જ કેમ ના બેસવાનું હોય. આ કોન્ટ્રાક્ટ જ સિરિયલના કલાકારોને અકળાવી રહ્યો છે. આ નિયમને કારણે કલાકારો અન્ય બીજું કોઈ કામ કરી શકતા નથી.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર