Home /News /entertainment /'તારક મહેતા' શૉ છોડવાની સજા! એક્ટર્સને મહિનાઓથી નથી મળી ફીસ, લાખોમાં છે આંકડો
'તારક મહેતા' શૉ છોડવાની સજા! એક્ટર્સને મહિનાઓથી નથી મળી ફીસ, લાખોમાં છે આંકડો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એકવાર ચર્ચામાં
રિપોર્ટ અનુસાર, તારક મહેતાના મેકર્સે હજુ સુધી શૈલેષ લોઢાનું એક વર્ષનું પેમેન્ટ ચૂકવ્યું નથી. આ લગભગ 6 આંકડાની રકમ છે. શૈલેષ ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો છે કે મેકર્સ તેની બાકી રકમ ક્લિયર કરે. પરંતુ નિર્માતા અસિત કુમાર મોદી તેના પર કોઈ ધ્યાન આપી રહ્યા નથી.
સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા આ સીરિયલમાં હવે કામ નથી કરી રહ્યા. તેમણે 6 મહિના પહેલા આ શો છોડી દીધો હતો. હાલમાં આ બાબતે એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ચર્ચા કરવામાં આવી રહી છે કે, શૈલેષ લોઢાને શોની ફી ચૂકવવામાં આવી નથી.
શૈલેષ લોઢાને ફી આપવામાં આવી નથી
હિન્દુસ્તાન ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ સીરિયલના મેકર્સે શૈલેષ લોઢાને એક વર્ષની આપી નથી. આ ફી 6 આંકડામાં છે. શૈલેષ લોઢા ખૂબ જ ધીરજથી આ ફી માટે રાહ જોઈ રહ્યા છે. પ્રોડ્યૂસર અસિત કુમર મોદીએ આ બાબતે ધ્યાન આપી રહ્યા છે.
મેકર્સ સાથે વિવાદ થતા શૈલેષ લોઢાએ આ શો છોડી દીધો છે. તેમનું માન ન જળવાતા તેમણે કોઈપણ નોટીસ વગર શો છોડી દીધો છે. શૈલેષ લોઢાએ જ્યારથી આ શો છોડી દીધો છે, ત્યારથી તેમણે આ બાબતે કોઈ વાત કરી નથી.
તારક મહેતાના મેકર્સ અંગે ખુલાસો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પરથી મહત્ત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, મેકર્સે અનેક લોકોને ચેક આપવામાં વાર કરી છે. નેહા મહેતાની 30-40 લાખની રકમ ક્લીઅર કરવામાં આવી નથી.
નેહાએ આ શોમાં અંજલીનું પાત્ર ભજવ્યું હતું. રાજ અનડકટે આ શોમાં ટપ્પૂનું પાત્ર ભજવ્યું હતું અને તેને પણ આ જ પરેશાની છે. ફી ઈશ્યૂના મામલે શૈલેષ લોઢાનું નિવેદન લેવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ વાત હસવામાં કાઢી હતી. હું મારી પોએટ્રી ગિગ્સ માટે ટ્રાવેલ કરી રહ્યો છું, હું પરત આવીને આ બાબતે વાત કરીશ. આ મામલે અસિત મોદીએ કોઈ નિવેદન આપ્યું નથી.
સીરિયલની શરૂઆત થઈ ત્યારથી શૈલેષ લોઢા આ શો સાથે જોડાયેલા હતા. તેમણે 14 વર્ષ સુધી આ શો માટે કામ કર્યું છે. મેકર્સ સાથે વિવાદ થતા શૈલેષ લોઢાએ એપ્રિલ 2022માં તેમણે અચાનક આ શો છોડી દીધો હતો. તેઓ પોતાના પાત્રથી ખુશ નહોતા અને કંઈક નવું કરવા માંગતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શૈલેષ લોઢા આ શો છોડીને ના જાય તે માટે અસિત મોદીએ ખૂબ જ કોશિશ કરી હતી, પરંતુ શૈલેષ લોઢા આ બાબતે માન્યાં નહોતા. મીડિયા સામે અસિત મોદીએ શૈલેષ લોઢા પર વાક પ્રહાર પણ કર્યા છે. ફેન્સે આ બાબતે અંદાજો લગાવ્યો છે કે, શૈલેષ લોઢાએ કવિતા લખીને અસિત મોદી પર કમેન્ટ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર