Taarak Mehta Ka Ooltah Chashmah નો બબીતાજીએ છોડ્યો સાથ, મેક્રસે જણાવી મુનમુન દત્તાની સચ્ચાઇ

(File pic)

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah chashmah)માં બબીતાજીનો કિરદાર અદા કરનારી મુનમુન દત્તા (Munmun Dutta) અંગે ખબર છે કે તેણે પણ શો છોડી દીધો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હળવા મનોરંજન માટે પ્રખ્યાત 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શોનાં દરેક કેરેક્ટર દર્શકો જોડાયેલાં અનુભવે છે. દયાબેન એટલે કે દિશા વાકાણી (Disha Vakani) પણ શોમાં પરત ન આવવાથી ઉદાસ દર્શકો માટે એક મોટો ઝટકો છે. ખબર છે કે, બબીતાજીનો કિરદાર અદા કરનારા મુનમુન દત્તા (Munmun Dutta) એ પણ શો છોડી દીધો છે. બબીતાજી અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની મજેદાર વાતચીત દર્શકોને ખુબજ પસંદ આવે છે.

    આ પણ વાંચો- Raj Kundra Pornography Case: 6 કલાક ચાલી શિલ્પા શેટ્ટીની પૂછપરછ, આ હતા ક્રાઇમ બ્રાન્ચનાં સવાલો

    'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શોનાં ગત કેટલાંક એપિસોડમાં મુનમુન દત્તા નજર નહીં આવે તો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે બબીતાજીએ શોને અલિદા કહી દીધું છે. ખરેખરમાં, તેની પાછળનું કારણ તેમનું વિવાદોમાં રહેવું માનવામાં આવી રહ્યું છે હાલમાં જ તેમનો એક વીડિયોને કારણે તે વિવાદોમાં હતી. જે બાદ તેણે આ મામલે માફી માંગી હતી પણ ત્યારથી તે શો પરથી ગૂમ છે.

    આ પણ વાંચો- sherlyn chopra: રાજ કુન્દ્રા કેસમાં સૌથી પહેલાં નિવેદન આપનારી હિરોઇને શેર કર્યા બોલ્ડ PHOTOS

    મુનમુન દત્તા અંગે આ પ્રકારની અફવાઓ પર શો મેકર્સે ખુલાસો કર્યો છે કે, આ બધી વાતો તદ્દન અફવા ચે. 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) નાં પ્રોડક્શન હાઉસ અને નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડનાં માલિક અસિત કુમારે ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યં કે, 'મુનમુન દત્તા બબીતાજીનાં રોલમાટે શટિંગ કરી રજ રહ્યાં છે. શો છોડવાની વાતો માત્ર અફવા છે તે તદ્દન ખોટી છે.'

    આપને જણાવી દઇએ કે, 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ની બબીતાજી (Babitaji) એટલે કે મુનમુન દત્તાએ એક વીડિયોમાં જાતિસૂચક શબ્દનો ઉપ્યો કર્યો હતો જે બાદ દેશભરમાં તેમનાં વિરુદ્ધ કેસ દાખલ થયા હતાં. જોકે આ મામલે મુનમુન દત્તાએ માફી માંગી હતી. અને તેણે કહ્યું હતું કે, 'તે અલગ ભાષાયી ક્ષેત્રમાંથી આવતી હોવાને કારણે તેને બોલાવામાં આવેલાં શબ્દનો અર્થ માલૂમ ન હતો. તે તમામ જાતિ અને સમુદાયનું સન્માન કરે છે. અને તેનો કોઇ જાતિને ટાર્ગેટ કરીને બોલવાનો જરાં પણ આશય ન હતો.'
    Published by:Margi Pandya
    First published: