શું તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસી કરી રહ્યો છે જૂનો સોઢી? ગુરુચરણ સિંહે આપ્યો આવો જવાબ

ગુરુચરણ સિંહ ઉર્ફે રોશન સિંહ સોઢી

taarak mehta ka ooltah chashmah- ગુરુચરણ સિંહ ઉર્ફે રોશન સોઢીએ 2020માં લાંબા સમય સુધી ચાલવાર ટેલિવિઝન શોમાંથી અચાનક અલવિદા કહી દીધું હતું

 • Share this:
  મુંબઈ : તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં (Taarak Mehta Ka Ooltah Chashmah)ગત વર્ષે ઘણા ફેરફાર જોવા મળ્યા છે. શો માં કેટલાક એવા અભિનેતાએ અલવિદા કહી દીધું છે જે શો ની શરૂઆતથી જ જોડાયેલા હતા. તેમાં ગુરુચરણ સિંહનું (Gurucharan Singh)નામ પણ સામેલ છે. તેણે 2020માં લાંબા સમય સુધી ચાલવાર ટેલિવિઝન શોમાંથી અચાનક અલવિદા કહી દીધું હતું. તે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીનું (Roshan Sodhi)પાત્ર ભજવી રહ્યો હતો. જોકે ગુરુચરણ સિંહે લોકપ્રિય ટીવી શો માં પોતાની વાપસીનો ઇશારો કર્યો છે.

  તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ગુરુચરણ સિંહે રોશન સોઢીને ભૂમિકા નિભાવી હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સિંહ તે વિશે જણાવ્યું હતું કે તેણે શો કેમ છોડ્યો અને શું તેની વાપસી કરવાની કોઇ યોજના છે. ET Times સાથે વાત કરતા ગુરુચરણ સિંહે કહ્યું હતું કે મારા શો છોડવાના સમયે મારા પિતાજીની સર્જરી થઇ હતી અને કેટલીક અન્ય બાબતો હતી જે તેણે મને અટેંશન આપવાનું હતું.

  આ પણ વાંચો - જાણો કેટલી સંપત્તિ છોડી ગયા 'નટુ કાકા' પરિવાર માટે, કેટલી હતી માસિક કમાણી

  તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાંથી (TMKOC) ગુરુચરણ સિંહના જવા પછી બે કલાકારોએ રોશન સિંહ સોઢીનો રોલ ભજવ્યો હતો. તેના પર ગુરુચરણે કહ્યું હતું કે હું લાડ સિંહને ત્યારે મળ્યો હતો જ્યારે તે મને રિપ્લેસ કરવાનો હતો. મેં તેને કહ્યું હતું કે તેણે સારી રીતે કરવો જોઈએ કારણ કે તેને ઘણું મોટું અસાઇમેન્ટ મળ્યું છે. હું તેને મુંબઈના એક ગુરુદ્વારા (અંધેરી, ચાર બંગલા)માં મળ્યો હતો. બીજા સોઢી (બલવિંદર સિંહ સૂરી)ની એક રીતે મેં ભલામણ કરી હતી. તે અમારા શો માં ક્રિએટિવ ટીમમાં કામ કરતો હતો અને મે સલાહ આપી કે તે યોગ્ય રીતે કરશે.

  એવી અટકળો હતી કે ગુરુચરણ સિંહે પોતાની ફી માં મોડું થવાના કારણે શો છોડી દીધો હતો. જોકે અભિનેતાએ આ મુદ્દા પર કોઇ વાત કરી ન હતી. તે કહે છે કે અમે પ્રેમ મોહબ્બતથી આગળ વધવાનું પસંદ કરીએ છીએ. કેટલાક બીજા કારણો છે જેના કારણે હું આ મુદ્દા પર પોતાની વાત કરવા માંગતો ન હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તક મળવા પર તે શો માં વાપસી કરશે તો ગુરુચરણ સિંહે કહ્યું હતું કે ભગવાન જાણે, હું જાણતો નથી. જો ભગવાનની મરજી થશે તો હું જરૂર વાપસી કરીશ. પણ હાલ માટે આવું કશું જ નથી.
  Published by:Ashish Goyal
  First published: