Taarak Mehta Ka Ooltah Chashmah: જુની 'દયાબેન'ને ટક્કર આપે તેવી છે નવી 'દયાબેન', જુઓ VIDEO

છેલ્લા ઘણાં સમયથી શોમાંથી દયાબેન ગૂમ છે

તારક મેહતા કા ઉલટા ચશ્મામાં (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા ઘણાં સમયથી દયાબેન ગૂમ છે. અને તેમનાં પરત આવવાની કે પછી નવી દયાબેન (Dayaben) આવશે તેવી વાતો લાંબા સમયથી થઇ રહી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી (Television) ઇન્ડસ્ટ્રીનાં સૌથી પ્રખ્યાત ફેમિલી કોમેડી શો (Comedy Show) તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ગત 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન (Entertainment) કરી રહ્યાં છે. શોનાં દરેક કિરદારની એક અલગ ઓળખ છે અને તેઓની ફેન ફોલોઇંગ પણ છે. જેઠાલાલ (Jethalal) દયાબેન (Dayaben) અને બબીતાજી (Babitaji) લોકોનાં દિલ પર રાજ કરે છે. ગત ઘણાં સમયથી દયાબેન શોમાં નથી આવતા. અને જો આપ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં ફેન છો તો તમે જાણતા જ હશો કે હાલમાં દયાબેન અંગે ખુબજ ચર્ચાઓ થઇ રહી છે. શોમાં નવી દયા આવશે કે જુની દયા પરત ફરશે તે અંગે વાત થઇ રહી છે.

    આપ જો તેમ વિચારી રહ્યાં હોવ કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં દયા બેન (Dayaben)ની નવી એન્ટ્રી થવાની છે. તો આપ ખોટાં છો ખરેખરમાં ટિકટોક સ્ટાર રોનિત અશ્રા (Ronit Ashra)નો એક વીડિયો તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે આ કિરદારની નકલ કરતો નજર આવે છે.




    સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. રોનિતનો આ વીડિયો લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. શો અંગે વાત કરીએ તો દયાબેન એટલે કે દિશા વાકાણી માટે કહેવામાં આવે છે કે, આ વર્ષ નિશ્ચિત રૂપથી તે વાપસી કરશે. પણ શોમાં તેની વાપસીનાં કોઇ સંકેત નથી મળી રહ્યાં.

    આપને જણાવી દઇએ કે સબ ટીવીનાં સૌથી પોપ્યુલર કોમેડી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' યાહૂ પર સૌથી સર્ચ થનારાં ટીવી શોની લિસ્ટમાં નંબર વનનાં સ્થાને છે. 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'એ બિગ બોસ અને મિર્ઝાપૂર જેવાં શોને પણ પછાડી દીધા છે.

    આ પણ વાંચો- Bye Bye 2020: રાણા દગ્ગુબાતીથી લઇ નેહા સુધી કોરોનાકાળમાં આ 19 સેલિબ્રિટીઝે કર્યા લગ્ન

    શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માએ હાલમાં જ 3000 એપિસોડ પૂર્ણ કર્યા છે. તે 12 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરે છે. આ શોની પોપ્યુલારિટીનું ખાસ કારણ તેનાં કેરેક્ટર અને સમકાલીન મુદ્દાઓને હળવાં અંદાજમાં દર્શાવવાં. કે જેથી સામાન્ય માણસ તેનાંથી કનેક્ટ કરી શકે. અહીંનાં લોકો ગોકુલધામને મિની ઇન્ડિયા કહે છે. ત્યાં દરેક ધર્મ અને ક્ષેત્રનાં લોકો છે. અહીં મરાઠી, બંગાળી, પંજાબી, ગુજરાતી, તમિલ હિન્દી ભાષી ક્ષેત્રનાં લોકો રહે છે.
    Published by:Margi Pandya
    First published: