Priya Ahuja Photos: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ની એક્ટ્રેસે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. ફોટો પર ઉંધી-સીધી કોમેન્ટ્સ કરનાર લોકો પર તેણી ભડકી હતી.
મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta ka Ooltah Chashmah)'ની રીટા રિપોર્ટની ધીરજનો અંત આવી ગયો છે. રીટા રિપોર્ટરને સોશિયલ મીડિયા પર એ હદે હેરાન કરવામાં આવી હતી કે હવે તેણીએ સોશિયલ મીડિયા પર ટ્રોલરની જોરદાર વાટ લગાડી છે. રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા અહૂજા (Priya Ahuja) રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે, તેણી જ્યારે પણ પોતાની બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે, તેણીને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. પરંતુ, આ વખતે એક્ટ્રેસે હવે કંઈક એવું કર્યુ છે કે ચોતરફ તેણીના વખાણ થઈ રહ્યા છે
રીટા રિપોર્ટર થઈ ટ્રોલિંગનો શિકાર
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનારી પ્રિયા અહુજા (Priya Ahuja)ને સોશિયલ મીડિયા પર તેણીના ડ્રેસિંગ સેન્સને લઈને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી.
રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા અહૂજાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુકીને લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. પ્રિયાએ લખ્યુ, 'બસ તમને એ જણાવવા માંગુ છુ કે તમે મારા વિશે જે પણ વિચારો છો, તેનાથી મને જરાય ફરક નથી પડતો. તમારામાંથી ઘણા લોકોએ મારા પહેરવેશ વિશે કોમેન્ટ્સ કરી છે કે હું કયા પ્રકારની પત્ની છુ અને તે (પ્રિયા અહુજાના પતિ)' મને મારી પસંદના કપડા પહેરવાની પરમિશન આપી શકે છે.' રીટાએ ઈન્સ્ટા સ્ટોરી દ્વારા આ રીતે ટ્રોલર્સને ફટકાર્યા હતાં.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર