Home /News /entertainment /Taarak Mehta Ka Ooltah Chashmah: આખરે આવ્યો આતુરતાનો અંત; સીરિયલને મળી ગયા નવા 'તારક મહેતા', આ એક્ટરની થશે એન્ટ્રી

Taarak Mehta Ka Ooltah Chashmah: આખરે આવ્યો આતુરતાનો અંત; સીરિયલને મળી ગયા નવા 'તારક મહેતા', આ એક્ટરની થશે એન્ટ્રી

સીરિયલને મળી ગયા નવા 'તારક મહેતા'

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. સમયની સાથે આ ફેમસ કોમેડી શોની સાથે ઘણા એક્ટર્સ શો છોડીને ગયા તો તેમની જગ્યા નવા એક્ટર્સને એન્ટ્રી મળી. થોડા સમય પહેલા શૈલેષ લોઢાએ પણ આ શોને અલવિદા કરી દીધું તો મેકર્સે નવા તારક મહેતા શોધી કાઢ્યા. શોના લેટેસ્ટ પ્રોમોમાં નવા તારક મહેતાની ઝલક જોવા મળી રહી છે. ફેન્સ જ્યા નવા તારક સાહબનું વેલકમ કરી રહ્યા છે તો બીજી તરફ જૂના તારક મહેતાને મિસ કરતા જોવા મળી રહ્યા છે. ફેન્સનું માનવું છે કે, શૈલેષની જગ્યાએ હવે સચિન શ્રોફ જોવા મળશે.

વધુ જુઓ ...

    આ પણ વાંચોઃ- તારક મહેતામાં થઈ નવી એન્ટ્રી; શોને મળ્યા નવા ‘તારક મહેતા’, શૈલેષ લોઢાની જગ્યાએ આ એક્ટરનું રિપ્લેસ કરવામાં આવ્યું !

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મેકર્સે લેટેસ્ટ પ્રોમો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. પ્રોમોમાં તારક મહેતાની પત્ની અંજલી વાઈફ કહેતા જોવા મળે છે ત્યારે કાનમાં સોસાયટીના પંડાલમાંથી ગણેશ આરતીનો અવાજ આવે છે. તે શાંતીથી સાંભળે છે. પ્રોમોમાં એક વ્યક્તિ પાછળથી હાથ જોડતા તેની આંખો બતાવવામાં આવે છે, પણ આખો ચહેરો નથી દેખાતો. આ પ્રોમોના કેપ્શનમાં લખ્યું છે, ‘આખરે કોણ કરી રહ્યું છે ગણપતિ બાપ્પાની આરતી, જાણવા માટે જોતા રહો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.’

    નવા તારક મહેતાની શોમાં એન્ટ્રી

    ફેન્સ આ પ્રોમો જોઈ નવા તારક મહેતાનું સ્વાગત કરી રહ્યા છે અને ગેસ કરી રહ્યા છે સચિન શ્રોફ જ છે. ઘણા લોકોનું માનવું છે કે શો ચાલતો રહેવો જોઈએ, તો ઘણા લોકો શૈલેષ લોઢાને મિસ કરી રહ્યા છે. હવે જોવાનું એ હશે કે નવા તારક મહેતાનો જાદુ દર્શકોને હસાવી શકે છે કે નહીં.

    ગોકુલધામ સોસાયટીના તમામ પાત્રો દર્શકોના દિલ પર રાજ કરે છે અને તેમને પસંદ પણ કરે છે. આવી સ્થિતિમાં નવી એન્ટ્રીને લઈને એડજસ્ટ કરવામાં સમય તો લાગે છે. શૈલેષ પહેલાં દિશા વાકાણી, નેહા મહેતા, ભવ્ય ગાંધી, રાજ અનડકટ, નિધિ ભાનુશાળી સહિત ઘણા પોપ્યુલર એક્ટર્સ શોને અલવિદા કહી ચૂક્યા છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Shailesh Lodha, Taarak Mehta Ka Ooltah Chashmah, Tarak Mehta

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन