શું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બદલાશે 'ટપ્પુ કી મમ્મી'?

News18 Gujarati
Updated: March 28, 2019, 6:53 PM IST
શું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બદલાશે 'ટપ્પુ કી મમ્મી'?
ફેન્સ દયા બેન એટલે કે દિશા વાકાણીને મિસ કરી રહ્યાં છે

સબ ટીવીના લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેન્સ દયા બેન એટલે કે દિશા વાકાણીને મિસ કરી રહ્યાં છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સબ ટીવીના લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેન્સ દયા બેન એટલે કે દિશા વાકાણીને મિસ કરી રહ્યાં છે. સમાચારોની માનીએ તો, વર્ષ 2017માં મેટર્નિટી લીવ પર ગયેલી દિશા હવે આ શોને બાય-બાય કહી ચૂકી છે. જે બાદ જાણવા મળ્યું હતું કે શોના નિર્માતાએ દિશાને અલ્ટીમેટમ આપ્યું હતું કે, તે શોમાં પરત ફરે નહીંતર તેને રિપ્લેસ કરવામાં આવશે.

ત્યાં જ, એવી વાત પણ સામે આવી હતી કે નિર્માતાએ તેને 30 દિવસની નોટિસ પણ આપી છે. આ શોના નિર્માતા અસિત મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સમગ્ર ટીમ જ હંમેશા કોઓપરેટિવ રહી છે. તેમની પુત્રીના જન્મ બાદ પણ અમે રાહ જોઇ, અમે સંપૂર્ણ રીતે એક માતા અને પુત્રીને તેમનો સમય આપી રહ્યાં છે.

દયા બેનના કેરેક્ટરને શોમાં રહેવું જરૂરી છે. આવામાં જો તે પરત નહીં ફરે તો તેમને રિપ્લેસ કરવા વિશે વિચારવું જ પડશે. નોટિસ વિશે અસિતે જણાવ્યું કે, એમની તરફથી હાલ એવી કોઇ નોટિસ આપવામાં આવી નથી. આવામાં આશા વ્યક્ત કરાય છે કે શોમાં ટૂંક સમયમાં જ દયા બેન નજરે પડશે પછી તે દિશા હોય કે પછી કોઇ બીજું.

આ પણ વાંચો: સલમાન અને દીપિકા ફિલ્મોમાં શા માટે નથી આવ્યાં સાથે? ભાઇજાને કર્યો ખુલાસો

ઉલ્લેખનીય છે કે, દિશાએ 30 નવેમ્બર, 2017ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. તે પછી લાગી રહ્યું હતું કે તે કેટલાક મહિના પછી શોમાં પરત ફરશે, પરંતુ દિશાએ પોતાની રજાઓ માર્ચ, 2018 સુધી આગળ વધારી હતી. જોકે, અત્યાર સુધી દિશા શોમાં પરત ફરી નથી.
First published: March 28, 2019, 6:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading