મુંબઈઃ ટીવીના પ્રખ્યાત કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષોથી પોતાની સ્ટોરીથી વધારે સ્ટારકાસ્ટને લઈને ચર્ચામાં હે છે. છેલ્લા ઘણા સમયથી શો ના ઘણાં મુખ્ચ પાત્રોએ શો છોડી દીધો છે. જોકે, જલ્દી તે પાત્રને ભજવવા માટે નવા એક્ટર્સને શોમાં લાવી દેવામાં આવ્યા છે. પરંતુ, દયાબેનની જગ્યા ભરી શક્યા નથી. શોના પ્રોડ્યુસર અસિત મોદી દયાબેનની એન્ટ્રીને લઈને ઘણીવાર જણાવી ચુક્યા છે કે તેણી હવે શોમાં વાપસી નહીં કરે. જોકે, આ વખતે દિશા વાકાણીને લઈને ફરી મોટી અપડેટ સામે આવી છે.
દિશા વાકાણીએ શો છોડ્યો તેના આશરે 6 વર્ષથી વધારે સમય વીતી ગયો છે. લોકો શોના મેકર્સ પાસે તેને પાછી લાવવાની ડિમાન્ડ કરી રહ્યા છેચ. આ મામલે આખરે અસિત મોદીએ ખુલાસો કર્યો છે કે તેમણે એક્ટ્રેસની તપાસ શરુ કરી દીધી છે જે દિશા વાકાણીની જગ્યા લઈ શકે.
News 18 સાથે વાતચીત દરમિયાન, અસિત મોદીને પુછવામાં આવ્યુ હતું કે, 'દયાબેન ક્યારે પાછી આવશે?' ત્યારે તેમણે કહ્યુ કે હું જવાબ આપીને થાકી ગયો છું. લોકોને અસિતે આ સવાલ ના કરવા પણ અનુરોધ કર્યો હતો, પરંતુ તેણે કહ્યુ કે આ વિશે વાત કરવી પડશે કારણકે, તે શો ના પ્રોડ્યુસર છે. તે ઈચ્છે છે કે દિશા પરત આવે, પરંતુ તેણી બે બાળકોની માતા છે અને તેથી તેણી પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે.
વળી, અસિતે કહ્યુ કે, 'દયાબેનનું પાત્ર ભજવવું સરળ નથી. દિશાએ જે પ્રકારે કર્યુ તે તમામ લોકો જાણે છે. આજે પણ તેની ઉણપ અમને ખુંચે છે. આ રોલ માટે નવી એક્ટ્રેસ શોધવી સરળ નથી. તેનો અર્થ એ નથી કે હું ડરુ છુ. હું ડરતો નથી પણ હું શોધી રહ્યો છું. દિશાની જગ્યા લેવાનું લગભગ અસંભવ છે. તેમાં સમય લાગે છે પરંતુ દયાબેન જલ્દી પરત આવશે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર