Home /News /entertainment /

તારક મહેતા સિરિયલની Nidhi Bhanushali એ સર્ફિંગ બિકિનીમાં શેર કર્યા ફોટોઝ, ફેન્સ થયા ફિદા

તારક મહેતા સિરિયલની Nidhi Bhanushali એ સર્ફિંગ બિકિનીમાં શેર કર્યા ફોટોઝ, ફેન્સ થયા ફિદા

નિધિ ભાનુશાળીએ બિકીનીમાં ફોટો શેર કર્યા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ફેમ નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) એ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. જેમાં તેને રંગબેરંગી મોનોકિનીમાં સર્ફિંગ કરતી જોઈ શકાય છે. આ તસવીર ઇન્ટરનેટ પર સૌનું ધ્યાન ખેંચી રહી છે

વધુ જુઓ ...
    સબ ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) નો લુક અને લાઇફસ્ટાઇલ હવે સાવ બદલાઈ ગયા છે. નિધિએ હિટ સિરિયલ (TMKOC)માં સોનુ ભીડેનો રોલ કર્યો હતો. વર્ષો પહેલા સીરિયલને અલવિદા કહ્યા બાદ પણ નિધિનું સોશિયલ મીડિયા (Nidhi Bhanushali on social media) ફોલોઇંગ એકદમ દમદાર છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો (Nidhi Bhanushali photos) શેર કરતી રહે છે. તારક મહેતા સિરિયલમાં તો તેને થોડી ગંભીર બતાવાઈ હતી, પરંતુ તેના વાસ્તવિક જીવનમાં તે ખૂબ એડવેન્ચરસ છે, તે વાત તેના સોશિયલ મીડિયા ફોટોઝ પરથી કહી શકાય છે.

    હાલમાં જ નિધિએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. જેમાં તેને રંગબેરંગી મોનોકિનીમાં સર્ફિંગ કરતી જોઈ શકાય છે. આ તસવીર ઇન્ટરનેટ પર સૌનું ધ્યાન ખેંચી રહી છે. સપ્તરંગી રંગના પટ્ટાઓ ધરાવતી સ્વિમવેરમાં તે આકર્ષક દેખાય છે. આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. નિધિની આ તસવીર ખરેખર તો આંખો માટે વિઝ્યુઅલ ટ્રીટ સમાન છે.

    નિધિની તસવીર જોઈને ચાહકો તેના વખાણ કર્યા વિના રહી શક્યા નથી. એક યુઝરે લખ્યું હતું કે, આ પોસ્ટ સુપર હોટ છે કે સુપર કૂલ તે નક્કી કરી શકતા નથી. અન્ય યુઝરે લખ્યું, ખૂબસૂરત લાગી રહી છે. કેટલાક યુઝર્સે કોમેન્ટ બોક્સમાં હાર્ટ, ફાયર અને હાર્ટ-આઈની ઇમોટિકોન્સ મૂકી હતી. જ્યારે ઘણા ચાહકોએ તારક મહેતા શોના સંદર્ભમાં કોમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું, ભીડે સરે તમને સર્ફિંગ કરતા પણ શીખવ્યું તે જાણીને સારું લાગ્યું.




    હાલમાં જ નિધિએ આ જ બોર્ડ સાથેની ત્રણ તસવીરો શેર કરી હતી. પહેલી તસવીરમાં તે હસતી જોવા મળી રહી છે, બીજી તસવીરમાં તે સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે, તો ત્રીજી તસવીરમાં તે ખૂબ જ ડ્રામેટિક અંદાજમાં પોતાના વાળ હલાવતી જોવા મળી રહી છે.

    આ પણ વાંચોTV Stars Education: એક્ટિંગની દુનિયા પર રાજ કરતા આ કલાકારો એજ્યુકેશનમાં પણ રહી ચૂક્યા છે અવ્વલ

    નિધિ ભાનુશાળી એક્ટિવ સોશિયલ મીડિયા યુઝર અને બેકપેકર ટૂરિસ્ટ છે. નિધિ ઘણીવાર તેના ચાહકો સાથે તેની સફરની આશ્ચર્યજનક તસવીરો શેર કરે છે. તેની એક યુટ્યુબ ચેનલ પણ છે જ્યાં તે તેના ફોલોઅર્સને દેશભરના પ્રવાસ પર લઈ જાય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Nidhi bhanushali, Sonu, Tarak mehta ka ooltah chashma, Tv serial, Tv show

    આગામી સમાચાર