મુનમુન દત્તા સાથે ફલર્ટ કરે છે તેનો પરિણીત મિત્ર, ‘બબીતાજી’ આપે છે આવી પ્રતિક્રિયા
મુનમુન દત્તા સાથે ફલર્ટ કરે છે તેનો પરિણીત મિત્ર, ‘બબીતાજી’ આપે છે આવી પ્રતિક્રિયા
Photo- Instagram @mmoonstar
ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’(Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતાજીનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ મુનમુન દત્તા (Munmun Dutta)એ ખુલાસો કર્યો કે તેનો પરિણીત મિત્ર હજુ પણ તેની સાથે ફલર્ટ કરે છે.
મુંબઈ. ટીવીનો કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’(Taarak Mehta Ka Ooltah Chashmah) 13 વર્ષથી ચાલી રહ્યો છે અને આજે પણ એટલો જ લોકપ્રિય છે. શોના દરેક પાત્ર અને તે અદા કરનારા કલાકારોને ઓડિયન્સ બહુ પસંદ કરે છે. તેમાંથી એક કલાકાર એવી છે જેને ફેન્સ બહુ પસંદ કરે છે અને એ છે ‘બબીતાજી’નો રોલ કરનારી મુનમુન દત્તા. મુનમુન સુંદર, સ્ટનિંગ, ટેલેન્ટેડ છે. તે પોતાની હાજરીથી માહોલને ખુશનુમા કરી દે છે. સોશ્યલ મીડિયા પર પણ તેની સુંદરતાની ચર્ચા થાય છે, ફોટોઝને અઢળક લાઈક્સ મળે છે. આ ઉપરાંત તે વિવાદોમાં પણ ઘેરાયેલી રહે છે અને ઘણી વખત ખરાબ રીતે ફસાઈ પણ ચૂકી છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં મુનમુન દત્તા (Munmun Dutta)એ કહ્યું કે કઈ રીતે તેનો પરિણીત દોસ્ત આજે પણ તેને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક ક્યારેક તેની સાથે ફલર્ટ પણ કરે છે. તેણે એવું પણ જણાવ્યું કે એ મિત્ર તેને ક્રશ પણ માને છે. મુનમુને કહ્યું કે, ‘કોણ મહિલા અટેન્શન મેળવવા નથી ઈચ્છતી? નિશંક, મારા મિત્રો હંમેશા મારા વખાણ કરે છે અને તેમાંથી કેટલાંક પરિણીત પણ છે. પણ તેઓ હાર્મલેસ છે. તેઓ મને ખુલીને કહે છે કે મને તારા પર ક્રશ છે અને હું કહું છું ‘ઠીક છે.’
મુનમુન દત્તાએ આગળ સ્ટોકર વિશે વાત કરી. તેણે જણાવ્યું કે તે એમની સાથે કેવો વ્યવહાર કરે છે. મુનમુન કહે છે, ‘મેં પહેલાં પણ આવી ભયાનક પરિસ્થિતિનો સામનો કર્યો છે અને સમાધાન માટે પોલિસની મદદ પણ લેવી પડી છે. એટલે જ હું મારી પર્સનલ લાઈફને લઈને બહુ જ પ્રોટેક્ટિવ છું. મારી પ્રાઈવસી બહુ જરૂરી છે.’
ઉલ્લેખનીય છે કે, ‘તારક મહેતા..’માં નટુ કાકાનું પાત્ર ભજવનારા ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak Death)નું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. તેમના નિધન પર મુનમુન દત્તાએ જૂનો ફોટો શેર કરીને તેમને યાદ કર્યા. મુનમુને જણાવ્યું કે નટુ કાકા તેને પ્રેમથી ‘દીકરી’ કહીને બોલાવતા હતા. અભિનેત્રીએ લખ્યું કે, ‘અમારા સેટ, અમારા યુનિટ અને અમારી ટીમ વિશે હંમેશા તેઓ સારી વાતો કરતા. આ એમનું બીજું ઘર હતું.’