'બબીતા જી'ને સુપ્રીમ કોર્ટથી રાહત, મુનમુન દત્તા વિરદ્ધની તમામ FIR પર લગાવવામાં આવી રોક
'બબીતા જી'ને સુપ્રીમ કોર્ટથી રાહત, મુનમુન દત્તા વિરદ્ધની તમામ FIR પર લગાવવામાં આવી રોક
(@Moonstar4u/Tiwtter)
ગત દિવસોમાં મુનમુન દત્તા (Munmun Dutta) દ્વારા જાતિ સૂચક શબ્દનો ઉપયોગ કરવા પર આ મામલો ચર્ચામાં આવ્યો હતો. જે બાદ ઘણાં રાજ્યોમાં બબીતાજી (Babita ji) વિરુદ્ધ માફી માંગ્યા બાદ પણ તેનાં વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મેહતા કા ઉલ્ટા ચશમા (Taarak Mehta Ka Ooltah Chashmah)'ની બબીતા જી (Babita Ji) એટલે કે એક્ટ્રેસ મુનમુન દત્તા (Munmun Dutta)ને આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માંથી મોટી રાહત મળી ગઇ છે. આ વીડિયોમાં તે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરતી નજર આવે છે. જે ઘટના બાદ દેશઆખામાં તેનાં વિરુદ્ધ કેસ દાખલ થયો હતો. આ મામલે મુનમુન દત્તા વિરુદ્ધ રાજસ્થાન, એમપી, ગુજરાત, હરિયાણા અને મહારાષ્ટ્રમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ગત દિવસોમાં મુનમુન દત્તા (Munmun Dutta) દ્વારા જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરવાનો મામલો ગરમાયો હતો. જે બાદ ઘણાં રાજ્યોમાં બબીતાજી (Babita Ji) વિરુદ્ધ માફી માંગ્યા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ગત દિવસોમાં એક મેકઅપ ટ્યૂટોરિયલ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે કહે છે કે, હું યૂટ્યૂબ પર જલ્દી જ ડેબ્યૂ કરશે અને આ માટે હું સારી દેખાવા ઇચ્છુ છું. આ દરમિયાન મુનમુનનાં મોઢેથી એક જાતિસૂચક શબ્દ નીકળી ગયો હતો. મુનમુનનો આ વીડિયો વાયરલ થઇ ગયો હતો અને તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર