Home /News /entertainment /Taarak Mehta: 'કોઈ મિલ ગયા'માં જાદુ બનનાર છે 'દયાબેન'નો સંબંધી, શોમાં આવી ચૂક્યાં છે નજર
Taarak Mehta: 'કોઈ મિલ ગયા'માં જાદુ બનનાર છે 'દયાબેન'નો સંબંધી, શોમાં આવી ચૂક્યાં છે નજર
કોઇ મિલ ગયાનો જાદુ છે દયા બેનનો સંબંધી
જાદુનો રોલ ગુજરાતી એક્ટર ઈન્દ્રવદન પુરોહિતે અદા કર્યો હતો.. આ કલાકાર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં (Taarak Mehta Ka Ooltah Chashmah) દયાનાં (દિશા વાકાણી) સંબંધીનું પાત્ર ભજવતા નજર આવ્યાં હતાં. ઇન્દ્રવદન તારક મેહતા..નાં તે એપિસોડમાં નજર આવે છે જેમાં સુંદર 'શ્રી સાંઈ ભક્ત મંડળ'ના સભ્યોને લઇને ગોકુલધામ પહોંચી જાય છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આપનાં પસંદીદા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) સાથે સંબંધિત અન્ય રોમાંચક અજાણી હકીકત અમે આપને જણાવી રહ્યાં છીએ રિતિક રોશન (Hrithik Roshan) સ્ટાર 'કોઈ મિલ ગયા' (Koi Mil Gaya) ને આજે 18 વર્ષ પૂરા થયા છે, અમે ફિલ્મ અને શો બંને સાથે જોડાયેલ એક રસપ્રદ કહાની આપની સામે રજૂ કરી રહ્યાં છે. 'કોઈ મિલ ગયા' બોલિવૂડ માટે ગેમ ચેન્જર ફિલ્મ સાબિત થઇ હતી. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પેહલી મોટી સાઇ-ફાઇ હિટ ફિલ્મ હતી. ટેકનોલોજી હોય કે કોન્સેપ્ટ, ફિલ્મે દરેક વિભાગમાં દિલ જીતી લીધા છે. ફિલ્મનું એક મુખ્ય પાત્ર હતું તે હતું રિતિક રોશનનો મિત્ર જાદુ. તમને જાણીને નવાઇ લાગશે કે જાદુના ગેટઅપ હેઠળ જે એક્ટર હતા તે દિલીપ જોશી અને દિશા વાકાણીનાં શો 'તારક મેહતા' માં કામ કરી ચુક્યાં છે.
જાદુનો રોલ ગુજરાતી એક્ટર ઈન્દ્રવદન પુરોહિતે અદા કર્યો હતો.. આ કલાકાર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાનાં (દિશા વાકાણી) સંબંધીનું પાત્ર ભજવતા નજર આવ્યાં હતાં. ઇન્દ્રવદન શોનાં તે એપિસોડમાં નજર આવે છે જેમાં સુંદર 'શ્રી સાંઈ ભક્ત મંડળ'ના સભ્યોને લઇને ગોકુલધામ પહોંચી જાય છે. આ રીતે 'કોઈ મિલ ગયા'માં જાદુનો રોલ અદા કરનારા ઇન્દ્રવદન પુરોહિત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નાં એક એપિસોડમાં નજર આવી ચુક્યા છે. તેમનો રોલ નાનકડો હતો પણ યાદગાર હતો.
ઇન્દ્રવદન પુરોહિત
દીલિપ જોશી અને તારક મહેતા વચ્ચે છે અણબનાવ- છેલ્લા થોડા સમયથી તારક મહેતાનો શો અલગ અલગ કારણે ચર્ચામાં છે. આ પહેલાં શોમાં પરમ મિત્રનો રોલ અદા કરનારા જેઠા લાલ અને તારક મેહતા એટલે કે દિલીપ જોશી અને સૈલેશ લોઢા વચ્ચે બોલવાનાં પણ સંબંધ નથી તેવી વાતો ઉડી હતી. ત્યારે શો ચર્ચામાં આવ્યો હતો.
" isDesktop="true" id="1122849" >
'બબિતાજી' ની ગેરહાજરી- છેલ્લા થોડા સમયથી 'બબીતાજી' તારક મેહતા..નાં શોમાં નજર નથી આવી રહી. ત્યારે મુનમુન દત્તાની ગેરહાજરીને કારણે પણ શો ચર્ચામાં હતો. ઘણા લોકોનું માનવું હતું કે અભિનેત્રીએ જાતિવાદી સ્લ વિવાદ બાદ શો છોડી દીધો છે. જો કે, થોડા દિવસો પહેલા, મુનમુને જાતે જ કહ્યું હતું કે, તે હજી પણ શોનો ભાગ હોવાનું જણાવીને ખોટી અફવાઓ પર પાણી રેડ્યું હતું.
બાઘાએ પહેરી 61 હજારની હૂડી- તારક મેહતાનાં શોમાં હાલમાં તેઓ રંગતરંગ રિસોર્ટમાં નજર આવ્યાં હતાં જે એપિસોડમાં બાઘા (તનમય વેકરિયા) ભૂલથી દારૂ પી જાય છે. અને પછી તેને તે દારૂ ચઢી જાય છે આ સમયે તેણે શોમાં જે હૂડી પહેરી હતી તે 61,000 રૂપિયાની હતી જે વાત સોશિયલ મીડિયા પર ચર્ચા બની હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર