Home /News /entertainment /એક પછી એક સ્ટાર્સના શો છોડવાથી એક્શન મોડમાં આવ્યા આસિત મોદી, સ્ટારકાસ્ટ પાસે કરાવ્યું આ કામ

એક પછી એક સ્ટાર્સના શો છોડવાથી એક્શન મોડમાં આવ્યા આસિત મોદી, સ્ટારકાસ્ટ પાસે કરાવ્યું આ કામ

એક્શન મોડમાં આવ્યા તારક મહેતાના પ્રોડ્યુસર આસિત મોદી

14 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઓડિયન્સનું મનોરંજન કરી રહ્યો છે. શોની સૌથી મોટી સ્ટાર દિશા વાકાણી (દયાબેન) આ શોને અલવિદા કહી દીધું છે. તેમ છતાં શોની ટીઆરપીને કોઈ અસર નથી થઈ.

14 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઓડિયન્સનું મનોરંજન કરી રહ્યો છે. શોની સૌથી મોટી સ્ટાર દિશા વાકાણી (દયાબેન) આ શોને અલવિદા કહી દીધું છે. તેમ છતાં શોની ટીઆરપીને કોઈ અસર નથી થઈ. સફળતાની વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી તારક મહેતા પર સંકટ મંડરાય રહ્યું છે.

એક પછી એક સ્ટાર શો છોડીને જઈ રહ્યા છે. આવું થતાં જોઈ પ્રોડ્યુસર આસિત મોદીએ સ્ટારકાસ્ટ માટે કોન્ટ્રાક્ટ બનાવ્યો છે. આ કોન્ટ્રાક્ટની કેમ જરૂર પડી અને શું તે યોગ્ય છે, આ વિશે આસિત મોદીએ જણાવ્યું છે.

ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં આસિત મોદીએ કહ્યું- ઓડિયન્સને આ શો ઘણો પસંદ છે તે પણ એટલા માટે કેમ કે શોના પાત્ર લોકોને એક્સક્લૂસિવ એવા જ પાત્રમાં જોવા માગે છે. જો આ બધા કલાકાર બધું કરવા લાગશે તો શોની પોતાની વેલ્યુ ઘટી જશે. જ્યારે કોઈ કલાકાર શો છોડવાનો નિર્ણય લે છે તો મને ઘણું દુઃખ થાય છે. આ પરિવાર છે, હું તેમણે શોમાં લઈને આવ્યો છું. હું તેમની સમસ્યાઓને સમજીને તેનું સમાધાન કરવાનો પ્રયાસ કરું છું. આ એક જર્ની છે કોઈ અટકી જશે તો કોઈ વચ્ચેથી શોને છોડી દેશે.

મેં ક્યારેય ઈગો ઈશ્યુના કારણે સમસ્યા નથી આવવા દીધી. હું માત્ર એટલું ઈચ્છું છું કે બધા સાથે રહે અને સાથે સક્સેસ એન્જોય કરે. તેમ છતાં જો તેઓ શો છોડવા માગતા હો તો હું શું કરી શકું? લોકોએ તેમને ઘણો પ્રેમ આપ્યો, આવી સ્થિતિમાં જ્યારે તેઓ શો છોડે છે તો લોકો પણ દુઃખી થાય છે. તેઓ મને મેસેજ કરીને પૂછે. પોતાની નારાજગી વ્યક્ત કરે છે.

શૈલેષ લોઢાએ શો છોડ્યો તો શું કહ્યું આસિત મોદીએ

દિશા વાકાણી પછી તારક મહેતાના શૈલેષ લોઢાએ શો છોડી દીધો છે. જો કે હજી કન્ફર્મેશન નથી. શૈલેષ બીજો શો વાહ ભાઈ વાહમાં જોવા મળી રહ્યો છે. શૈલેષ વિશે વાત કરતા આસિત મોદીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે કોઈના જવાથી શો બંધ નહીં થાય. જો જૂના તારક મહેતા પાછા આવે છે તો સારું છે અને નહીં આવે તો નવા તારક મહેતા જરૂર આવશે.

આ બધા ડ્રામાની વચ્ચે ફેન્સ ઘણા અપસેટ છે. અત્યાર સુધી દયાબેનની કમી મહેસૂસ થાય છે. હવે તારક મહેતા ન આવતા લોકો નારાજ છે. હવે ખબર નહીં આગળ શું શું થવાનું છે.
First published:

Tags: Disha vakani, Shailesh Lodha, Taarak Mehta Ka Ooltah Chashmah

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો