Home /News /entertainment /Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારત મહેતા’માં દિશા વાકાણીની વાપસી માટે આસિત મોદી કરી રહ્યા છે મહેનત, કહ્યું - દયા ભાભી નહીં આવે તો...

Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારત મહેતા’માં દિશા વાકાણીની વાપસી માટે આસિત મોદી કરી રહ્યા છે મહેનત, કહ્યું - દયા ભાભી નહીં આવે તો...

વર્ષ 2008માં શરૂ થયેલો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના તમામ પાત્રો દર્શકોના ફેવરેટ છે. દયાબેન અને જેઠાલાલના સૌથી વધારે ફેન ફોલોઈંગ છે કે તેનો કોઈ જવાબ નથી. બંનેની જોડીએ લોકોને ઘણા હસાવ્યા, પરંતુ છેલ્લા 5 વર્ષથી ફેન્સ દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે. 5 વર્ષ પહેલા દયાબેન ઉર્ફે દિશા વાકાણીએ પ્રેગ્નન્સીના કારણે બ્રેક લીધો હતો, પરંતુ પછી કોવિડ આવી ગયો અને તેના પછી ફેન્સ માત્ર દિશા વાકાણીની વાપસીની રાહ જોઈ રહ્યા છે.

વધુ જુઓ ...

    આ પણ વાંચોઃ- આખરે આવ્યો આતુરતાનો અંત; સીરિયલને મળી ગયા નવા 'તારક મહેતા', આ એક્ટરની થશે એન્ટ્રી

    દિશા વાકાણી મે 2022માં પોતાના બીજા બાળકનું સ્વાગત કર્યું હતું. તેના પછી તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડવાની જાહેરાત કરી હતી. દિશા વાકાણી વર્ષોથી દયાબેનનો રોલ નિભાવી રહી છે, આવી સ્થિતિમાં રાહ જોઈ રહેલા ફેન્સનું દિલ ત્યારે તૂટી ગયું જ્યારે દિશા વાકાણીએ શો છોડવાનો નિર્ણય કર્યો. તેના આ નિર્ણયથી ફેન્સ તો દુઃખી થયા પરંતુ શોના મેકર આસિત મોદીને પણ ઝટકો લાગ્યો છે. તેઓ ઈચ્છે છે કે દિશા પરત ફરે.

    દિશા વાકાણીની વાપસી પર આસિત મોદી

    હાલમાં જ એક પ્રેસ કોન્ફ્રરન્સ કરતા આસિત મોદીએ ખુલાસો કર્યો છે કે, તેઓ દિશાના શોમાં વાપસી માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમણે કહ્યું, દયાભાભીનું પાત્ર નિભાવતી દિશા વાકાણીજી હું તમારી ઘણી ઈજ્જત કરું છું. કોવિડનો સમય હતો, તો પણ મેં રાહ જોઈ. આજે પણ રાહ જોઈ રહ્યો છું. આજે પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે, ચમત્કાર થઈ જાય અને તે શોમાં પાછી આવી જાય, પરંતુ તેમના લગ્ન થઈ ગયા છે. ઘરે બે નાનાં નાનાં બાળકો છે, તેમની પર્સનલ લાઈફ પારિવારિક છે. તે પાછા આવે એ પ્રાર્થના કરી શકું છું. દર્શકોની જેમ હું પણ ઈચ્છું છું કે દયાભાભી આવી જાય પરંતુ આવું ન થયું તો હું વચન આપું છું કે ટૂંક સમયમાં નવા દયાભાભી શોને મળી જશે.

    નવા દયાભાભી વિશે આસિત મોદીએ શું કહ્યું

    TMKOCના મેકર આસિત મોદીએ વધુમાં કહ્યું કે, દયાભાભી નહીં આવે તો જેઠાલાલ (દિલીપ જોશી) શું કરશે. જેઠાલાલનું શું થશે. જેઠાલાલ વગર બધુ મુશ્કિલ છે. જો ફેરફાર કરવા પડશે તો કરીશ. નવા પાત્રો પણ આવશે. આ 15મુ વર્ષ છે. ક્યારેક ફેરફાર પણ જરૂરી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Asit modi, Dayaben, Taarak Mehta Ka Ooltah Chashmah

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन