Home /News /entertainment /

'તારક મહેતા'માં નટુકાકાની એન્ટ્રી સાથે જ હંગામો, જેઠાલાલના માથે નવી મુશ્કેલી!

'તારક મહેતા'માં નટુકાકાની એન્ટ્રી સાથે જ હંગામો, જેઠાલાલના માથે નવી મુશ્કેલી!

કોઇએ વિચાર્યું નહોતું કે નવા નટુકાકાની એન્ટ્રી ભારે હંગામા સાથે થશે

Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ઘણા સમયથી દર્શકો નટુકાકાને મિસ કરી રહ્યા હતા. કોઇએ વિચાર્યું નહોતું કે નવા નટુકાકાની એન્ટ્રી ભારે હંગામા સાથે થશે.

    મુંબઇ: ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં ઘણા સમયથી દર્શકો નટુકાકા (natukaka)ને મિસ કરી રહ્યા હતા. ઘનશ્યામ નાયકના નિધન બાદથી જ સીરિયલમાં તેમનું પાત્ર જોવા મળ્યું નથી, પરંતુ હવે નવ મહિના બાદ આખરે નવા નટુકાકાની એન્ટ્રી (natukaka entry)થઇ ગઇ છે. રસપ્રદ વાત એ છે કે, કોઇએ વિચાર્યું નહોતું કે નવા નટુકાકાની એન્ટ્રી ભારે હંગામા સાથે થશે.

    હાલમાં જ ગડા ઇલેક્ટ્રોનિક્સનું ફરીથી ઉદ્ધાટન થયું છે, પરંતુ ઉદ્ધાટન થતાં જ જેઠાલાલના માથે નવી મુસીબત આવી ગઇ છે. કોઇને પાંચ લાખની જરૂર હતી તેથી જેઠાલાલે તે પાંચ લાખ રૂપિયા દુકાને રાખ્યા હતા, પરંતુ ચોરી ના થઇ જાય તે માટે તેમણે પૈસા ફ્રિઝમાં છુપાવીને રાખ્યા હતા. જે બાદ જેઠાલાલને એક ફોન કોલ આવે છે કે, તેમની દુકાનમાં ચોર છે. જ્યારે ગોકુળધામવાસી અને પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં પહોંચે છે તો જાણવા મળે છે કે તે કોઇ બીજ નહીં પરંતુ નટુકાકા હોય છે. તેમને જોઇને બધા ચોંકી જાય છે.

    આ પણ વાંચો:VIDEO: ડીપ નેક ડ્રેસને લીધે અંકિતા લોખંડેને પડી મુશ્કેલી, ટ્રોલર્સે સાધ્યું નિશાન

    નોંધનીય છે કે, ઘણા કલાકાર શોને અલવિદા કહી ગયા છે. વિવિધ કારણોસર શો છોડી ચૂકેલા આ કલાકારોને લીધે શોની ટીઆરપી પર પણ અસર પડી છે, જે બાદ હવે મેકર્સ તે પાત્રોની વાપસી પર ધ્યાન આપી રહ્યા છે. નટુકાકાની એન્ટ્રી થઇ ગઇ છે, જ્યારે આગામી સમયમાં દયાબેન પણ જોવા મળશે. દિશા વાકાણી જ ફરી આ પાત્ર ભજવશે કે પછી કોઇ નવો ચહેરો જોવા મળશે તે અંગે કોઇ ખુલાસો થયો નથી, પરંતુ હવે મેકર્સે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ વહેલી તકે દયાબેનની વાપસી કરશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Natu kaka, Tarak Maheta ka Ulta chasma, Tv serial

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन