Home /News /entertainment /Taarak Mehta: જાણો તમારા પસંદિદા 'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશીની વાર્ષિક કમાણી

Taarak Mehta: જાણો તમારા પસંદિદા 'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશીની વાર્ષિક કમાણી

દિલીપ જોશી, એક્ટર

Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલનો રોલ અદા કરનારા દિલીપ જોશી (Dilip Joshi) તેમની ઉત્તમ કલાકારી માટે પ્રખ્યાત છે. તેમની કોમિક ટાઇમિંગ ઘણી જ સટિક છે. તેથી જ તે લાખો દિલો પર રાજ કરે છે. આ એક્ટરનું કામ જ્યારે આટલું જોરદાર હોય તો તેમની કમાણી પણ એવી જ ભારેભરખમ હશે. તેમની વાર્ષિક કમાણી અંગે જાણીને તમારા મોઢેથી પણ દયાબેનની જેમ નીકળી જશે 'હે મા માતાજી'.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં જેઠાલાલનાં પાત્રથી ઘર ઘરમાં ફેમસ થયેલાં દિલીપ જોશી (Dilip Joshi)એ આ લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે લાંબી અને કઠિન મુસાફરી કરી હતી. તેમણે મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ખિલાડી 420, ધૂંદતે રહે જાઓગે અને વોટ્સ ઇઝ યોર રાશી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેમણે ખરી ઓળખ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી મળી. હાલમાં 13 વર્ષથી આ શો ટીવી પર રાજ કરે છે. ત્યારે તેમાં કામ કરતાં જેઠાલાલ ગડાને રિઅલ લાઇફમાં એટલે કે દિલીપ જોશીની શું કમાણી છે તે અંગે અમે ખાસ માહિતી લઇને આવ્યાં છીએ.

આ પણ વાંચો- શર્લિન ચોપડાએ શેર કરી રાજ કુન્દ્રા સાથે પ્રથમ શૂટની તસવીર, કહ્યું- મારા માટે નવો અનુભવ હતો

દિલીપ જોશી એક અદ્ભુત અભિનેતા છે અને તેના નિર્દોષ હાસ્ય અને સટિક કોમિક ટાઇમિંગથી દર્શકોનું દિલ જીતી લે છે. આ પહેલાં તેઓ 'ક્યા બાત હૈ', 'દો ઔર દો પંચ', દાલ મેં કાલા, કોરા કાગઝ, હમ સબ બારાતી, સીઆઈડી જેવા અન્ય ટીવી શોમાં નજર આવ્યાં છે. છે. સ્પેશિયલ બ્યુરો, F.I.R, અગડમ બગડમ તિગડમ, સાહેબ બીવી ઔર ટીવી, જેવાં શોમાં કામ કરી ચુક્યાં છે.

આ પણ વાંચો - શમિતા શેટ્ટીની કમાણી જાણીને ચોંકી જશો, ફિલ્મોથી દૂર રહીને પણ લાખો કમાય છે

Networthdekho.com મુજબ, દિલીપ જોશીએ 5 મિલિયન ડોલરની કમાણી કરી છે જે આશરે 37 કરોડ રૂપિયા છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ કોઇએ કરી નથીદિલીપ જોશી અને શૈલેષ લોઢા વચ્ચે અણબનાવ
અગાઉ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર દિલીપ જોશી અને તેના સહ-કલાકાર શૈલેષ લોઢા વચ્ચે અણબનાવ અંગે અનેક અહેવાલો આવ્યાં હતાં. આ અફવાઓ પર પ્રતિક્રિયા આપતા દિલીપ જોશીએ જાહેર કર્યું કે અફવાઓ પાયાવિહોણી અને તદ્દન ખોટી છે.

આ પણ વાંચો- TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ
આ પણ વાંચો-Taarak Mehta:એક નજરે ઓળખી નહીં શકો જેઠાલાલ, પોપટલાલ અને ભીડેને, જુઓ આ Unseen Photos

શૈલેષ લોઢાએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, ''અમે 13 વર્ષથી સાથે કામ કરી રહ્યા છીએ. જ્યારે લોકો અણબનાવ વિશે વાત કરે છે, ત્યારે હું મને હસાવું આવે છે. આવી વાતો માત્રને માત્ર સોશિયલ મીડિયા પર લાઇમ લાઇટ બનાવવા કરવામાં આવે છે. તેમાં કોઇ તથ્ય નથી. અમારી એક મહાન ટીમ છે. અમને ઘણી વખત સીન કરતાં સમયે સક્રિપ્ટની પણ જરૂર પડતી નથી. અમે એક જ મેકઅપ રૂમ શેર કરીએ છીએ. આનાંથી વધારે હું શું કહું.''
First published:

Tags: Dilip Joshi, Dilip Joshi Net Worth, Taarak Mehta Ka Ooltah Chashmah

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો