Home /News /entertainment /'તારક મહેતા...'ના જેઠાલાલે એક જ ઓવરમાં તાબડતોબ ફટકાર્યા 50 રન, VIRAL VIDEO જોઇને રહી જશો શૉક્ડ
'તારક મહેતા...'ના જેઠાલાલે એક જ ઓવરમાં તાબડતોબ ફટકાર્યા 50 રન, VIRAL VIDEO જોઇને રહી જશો શૉક્ડ
જેઠાલાલનો વીડિયો વાયરલ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે. તેમાં તેમણે જે દાવો કર્યો છે, તે બધા માટે કોઇ શૉકથી ઓછો નથી.
આજકાલ ક્રિકેટની ગેમમાં એક પછી એક રેકોર્ડ બનતા જઇ રહ્યાં છે. થોડા દિવસો પહેલા તમિલનાડુ ક્રિકેટ ટીમના ખેલાડી નારાયણ જગદીશને લિસ્ટ A ક્રિકેટના ઇતિહાસની સૌથી મોટી ઇનિંગ રમતા 277 રનનો સ્કોર ઉભો કર્યો. આ ઇનિંગના પગલે તમિલનાડુના A-લિસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો ટાર્ગેટ (506 રન) આંધ્રપ્રદેશ વિરુદ્ધ ઉભો કર્યો.
તેવામાં તાજેતરમાં જ વિજય હજારે ટ્રોફીની મેચમાં મહારાષ્ટ્રના ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. આ વચ્ચે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જેઠાલાલ એટલે કે દીલીપ જોશનો દાવો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યાં છે કે તેમણે એક ઓવરમાં 50 રન બનાવ્યા છે.
Ruturaj Gaikwad smashed 7 sixes in a single over in Vijay Hazare.
હકીકતમાં, ઋતુરાજ ગાયકવાડના રેકોર્ડ બાદ જેઠાલાલનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જેઠાલાલ, તારક મહેતા, દયાબેન અને બબીતાજી સહિત આખી ગોકુલધામ સોસાયટી સામે પોતાની બડાઇ હાંકી રહ્યાં છે.
જેઠાલાલ કહી રહ્યા છે- અમે મે એક જ ઓવરમાં 50 રન ફટકાર્યા. જેઠાલાલની આ વાત સાંભળીને સૌકોઇ ચોંકી ઉઠે છે. એવામાં તારક મહેતા તેમને ટોકે છે, આ થોડુ વધારે થઇ ગયું જેઠાલાલ. કારણ કે એક ઓવરમાં 6 બોલ હોય છે અને જો 6 સિક્સર પણ ફટકારે તો 36 રન થાય છે. તેના પર જેઠાલાલ કહે છે કે, એ તો હું જાણુ છું મહેતા સાહેબ. પરંતુ બે નો બોલ હતા, તેમાં પણ મે સિક્સર ફટકારી.
એક સોશિયલ મીડિયા યુઝરે જેઠાલાલનો વીડિયો શેર કરતાં લખ્યું છે, ક્રિકેટમાં એક ઓવરમાં 7 સિક્સર ફટકારનાર ઋતુરાજ કરતાં જેઠાલાલ પોપ્યુલર છે. અન્ય એક યુઝરે લખ્યું છે, ઋતુરાજે વિજય હજારે ટ્રોફીમાં સિંગલ ઓવરમાં 7 સિક્સર ફટકારી. આ તો કંઇ નથી. જેઠાલાલે એક ઓવરમાં 8 સિક્સર મારી. એક યુઝરે લખ્યું, કોઇ પણ જેઠાલાલનો રેકોર્ડ નહીં તોડી શકે, ઋતુરાજ પણ નહીં.
2008થી સતત ચાલી રહ્યો છે 'તારક મહેતા...' શૉ
વાત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની કરીએ તો આ શૉ 2008થી સતત ટેલીકાસ્ટ થઇ રહ્યો છે અને તેને 14 વર્ષ થઇ ગયા છે. શૉ દર્શકો અને તેમાં પણ ખાસ કરીને બાળકો તથા વૃદ્ધોમાં ખૂબ જ પોપ્યુલર છે. જો કે આ વચ્ચે શૉના ઘણા પોપ્યુલર કલાકાર અલગ થઇ ચુક્યા છે. પછી દયાબેનનો રોલ કરનારી દિશા વાકાણી હોય કે પછી તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા અને ટપ્પુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી. ટપ્પુના રોલમાં ભવ્ય ગાંધીના સ્થાને રાજ અનાદકટ કામ કરી રહ્યો છે. તારક મહેતાના કિરદારમાં શૈલેષ લોઢાના સ્થાને સચિન શ્રોફ જોવા મળી રહ્યો છે. જો કે દયાબેનના કિરદારમાં દિશા વાકાણીના સ્થાને હજુ કોઇની એન્ટ્રી નથી થઇ.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર