Home /News /entertainment /Video : જેઠાલાલે દિવાળીની સફાઇમાં કરી નાંખ્યો મોટો કાંડ, બાપુજીના કરી નાંખ્યા આવા હાલ
Video : જેઠાલાલે દિવાળીની સફાઇમાં કરી નાંખ્યો મોટો કાંડ, બાપુજીના કરી નાંખ્યા આવા હાલ
વાયરલ થયો જેઠાલાલનો વીડિયો
Taarak Mehta Ka Ooltah Chashmah : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલ એટલે કે દિલીપ જોષીની તેમના બાપુજી ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ સાથેની મજેદાર કેમેસ્ટ્રીએ હંમેશા દર્શકોનું મનોરંજન કર્યું છે. પરંતુ વાયરલ વીડિયોના કારણે અમિત ભટ્ટને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
Taarak Mehta Ka Ooltah Chashmah : દિવાળી 2022ના અવસર પર કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક એપિસોડની વીડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં જોઈ શકાય છે કે જેઠાલાલ એટલે કે દિલીપ જોષી ઘરની સફાઈ કરી રહ્યા છે, પરંતુ આ દરમિયાન તેમની સાથે ભૂલથી કંઈક એવું થઈ જાય છે કે તે તેમના માટે મુશ્કેલી બની જાય છે.
આ વીડિયો ફની છે, પરંતુ ઈન્ટરનેટ યુઝર્સ આ વીડિયોમાં દેખાતા જેઠાલાલના પિતા ચંપકલાલ ગડા (અમિત ભટ્ટ)ને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
વાયરલ વિડિયો મુજબ જેઠાલાલ ઘરની સફાઇ કરી રહ્યા છે અને તેમના બાબુજી ચંપકલાલ ગડા ત્યાં બેઠા છે. તેઓ જેઠાલાલની સફાઈ કરવાની રીતથી નારાજ છે અને તેમને સલાહ આપે છે. જેઠા પોતાની ભૂલ સુધારતા સફાઇ પર ધ્યાન આપે છે. પરંતુ તે દરમિયાન, જાળા હટાવવાની સાવરણીથી ભૂલથી ચંપકલાલને વાગી જાય છે અને તે પડી જાય છે.
વાયરલ વીડિયો પર લોકો કમેન્ટ કરીને અમિત ભટ્ટને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. તેથી, એક ઇન્ટરનેટ યુઝરે લખ્યું છે કે, "ઓવરએક્ટિંગ માટે 50 રૂપિયા કાપ." અન્ય યુઝરે લખ્યું, " બાપુજીની ઓવરએક્ટિંગ ઓછી કરાવી દો સર." એક યુઝરે લખ્યું, "હવે ઓવરએક્ટિંગ થઈ રહી છે. પહેલા સારું હતું. એક યુઝરની કોમેન્ટ છે, "ઓવરએક્ટિંગની ઓલાદ." એક યુઝરે લખ્યું, "બુઢ્ઢાની ઓવરએક્ટિંગ."
એક પેજે શેર કર્યો જૂનો વીડિયો
વીડિયો જૂનો હોવાનું કહેવાય છે. પરંતુ તેને TMKOC_Nila Films Productions દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે શોનું જ એક પેજ છે. તેનું કેપ્શન લખ્યું છે, "દિવાળીની સફાઈમાં ગરબડ." તમને જણાવી દઈએ કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' 2008 થી ટીવી દર્શકોનું સતત મનોરંજન કરી રહી છે. દિલીપ જોશી અને અમિત ભટ્ટ આ શોના કલાકારોમાં સામેલ છે જે તેની શરૂઆતથી તેની સાથે જોડાયેલા છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર