Taarak Mehta નાં જેઠાલાલની ફેન્સને અપીલ, 'કોરોના માટે સરકારને દોષ ન દો, નિયમોનું...'

Taarak Mehta નાં જેઠાલાલની ફેન્સને અપીલ, 'કોરોના માટે સરકારને દોષ ન દો, નિયમોનું...'
જેઠાલાલ, ફાઇલ ફોટો

'તારક મેહતા' કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)નાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી (Dilip Joshi)એ દેશમાં હાલની પરિસ્થિતિ પર વાત કરતાં લોકોને કડકાઇથી કોરોના લોકડાઉન નિયમોનું પાલન કરવાં અપીલ કરી છે. એક્ટર મુજબ, મહામારીથી બચવાનો આ જ એક ઉપાય છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરના વાયરસ (Corona Virus)ની બીજી લહરને કારણે હાલનાં દિવસોમાં દેશ આખામાં હાહાકાર મચી ગયો છે એવામાં સોશિયલ મીડિયા પર હવે લોક સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ અને મહામારીનાં વધતા પ્રકોપ માટે સરકારને આડે હાથે લઇ રહ્યાં છે. જેનાં પર 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'(Taarak Mehta Ka Ooltah Chashmah)નાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી (Dilip Joshi)એ પ્રતિક્રિયા આપી છે. દિલીપ જોશીએ લોકોને અપીલ કરી છે કે, મહામારીનાં વધતા પ્રકોપ માટે સરકારને દોષ આપવા કરતાં તે લોકડાઉન (Lockdown)નાં નિયમોનું યોગ્ય રીતે પાલન કરે. તેણે કહ્યું કે, લોકોનું જીવન ઘણું જરૂરી છે અને તેમને વિશ્વાસ છે કે, જલ્દી જ આ મહામારી ખતમ થશે.

    દિલીપ જોશીએ કહ્યું કે, લોકોને કોરોના લોકડાઉનનાં નિયમ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને પબ્લિક ગેધરિંગથી દૂર રહે. માસ્ક પહેરે અને મહામારીથી બચવા માટે દરેક જરૂરી ઉપાય અપનાવે. વગર કારણે અહીં તહીં જવાનું રોકે. તેમણે કહ્યું કે, 'લોકોએ ખુદ તેમની જવાબદારી સમજવી જોઇએ. અને તેનું સખતાઇથી પાલન કરવું જોઇએ. તમામને આપસી સહયોગનાં સંબંધ પણ બનાવી રાખવા જોઇએ.'



    તેમણે કહ્યું કે, 'સરકારને દોષ આપવાથી કંઇ જ નહીં થાય. આપણે કડકાઇથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઇએ. માસ્ક પહેરવું જોઇએ અને વેક્સીનેશન કરાવવું પડશે.' આ સાથે જ તેમમે કહ્યું કે, લોકોએ સ્ટીમ લેવી અને તેમનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. દિલીપ જોશી મુજબ, કોરોના કેસ ઓછા થવા પર લોકોએ બેદરકાર ન થવું જોઇએ. જ્યાં સુધી મહામારી પૂર્ણ નથી થતી ત્યાં સુધી ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે.

    આપને જણાવી દઇએ કે, કોરોનાનાં દરરોજ લાખો કેસ સામે આવે છે. તે મહામારીમાં મરનારાઓની સંક્યા પર દરરોજ વધી રહી છે. એવામાં લોકોમાં ટેનશન વધતું જઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો સતત મહામારીનાં પ્રકોપ અંગે તેમનો અનુભવ શેર કરતાં રહે છે.
    Published by:Margi Pandya
    First published:May 10, 2021, 12:01 pm

    ટૉપ ન્યૂઝ