કોરોના કાળમાં સેનેટાઇઝ અને ડસ્ટબિનનું 'જેઠાલાલ'ને થયું કન્ફ્યૂઝન, જુઓ FUNNY VIDEO

જેઠાલાલનો ફની વીડિયો

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka ooltah Chashmah)નાં જેઠાલાલ (Jethalal) એટલે કે એક્ટર દિલીપ જોશી (Dilip Joshi)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો કોરોના કાળ (Covid 19)માં સેનેટાઇઝર (Sanitizer) અંગે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં સૌથી પ્રખ્યાત કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltha Chashmah)નાં જેઠાલાલ (Jethalal)ને કોણ નતી ઓળખતું. શો પર આ મશહૂર કિરદાર અદા કરે છે એક્ટર દિલીપ જોશી (Dilip Joshi) અને તેમનાં શાનદાર અભિનયથી દર્શકોનું દિલ જીતી લે છે. તો દિલીપ જોશી સોશિયલ મીડિયા પર પણ હવે એક્ટિવ રહે છે. તેઓ તેમનાં ફેન્સની વચ્ચે ચર્ચામાં રહેવા માટે દિલચસ્પ પોસ્ટ શેર કરતાં રહે છે. હાલમાં જ જેઠાલાલનો એક વીડિયો શેર થયો છે જેમાં તે કોરોના કાળમાં Covid-19માં સેનેટાઇઝ (Sanitizer) અને ડસ્ટબિનમાં કન્ફ્યૂઝ થતા નજર આવે છે.

  હાલમાં દિલીપ જોશીએ તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ગ્રીન રંગનાં એક કુર્તો પહેરેલા નજર આવે છે. દિલીપ જોશી ક્યાંકથી આવીને સીધા તે જગ્યાએ જાય છે જ્યાં સેનેટાઇઝરની એક બોટલ રાખેલી હોય છે. તે બોટલને નીચે હાથ લગાવે છે અને પછી પગથી નીચે રાખેલી ડસ્ટબિનનું ઢાંકળું ખોલે છે. પણ અચાનક તેમને અહેસાસ થાય છે કે, આ સેનેટાઇઝરનું સ્ટેન્ડ નથી અને તે કન્ફ્યૂઝ થયા છે. પણ બાદમાં તે સેનેટાઇઝર હાથથી પમ્પ કરી લે છે. આ વીડિયોને દિલીપ જોશીનાં એક્સપ્રેશન ફની બનાવે છે.ૉ
  આ વીડિયો શોમાં આત્મરામ તુકારામ ભીડેનું પાત્ર અદા કરનારા મંદાર ચંદવારકરનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. શોમાં આપ જેઠાલાલ અને આત્મારામની મસ્તી તો જોવો જ છો. હવે ઓફ સ્ક્રિન મસ્તી પણ જોઇ લો.
  Published by:Margi Pandya
  First published: