દિલીપ જોશીએ કહ્યું કે, શરુઆતમાં હું આવા સમાચાર વાંચીને હેરાન પરેશાન થઈ ગયો, પણ તેમણે તેનો પોઝિટીવ પક્ષ જોયો. તેમણે કહ્યું કે, તેમના મિત્રો અને પરિવારમાંથી ફોન કોલ આવવા લાગ્યા છે, આ સમાચાર વાંચ્યા બાદ કેટલાય લોકો અને જૂના મિત્રોના પણ ફોન આવ્યા અને હાલચાલ પુછ્યા.
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીને લઈને હાલમાં એક મોટા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર ફેન્સને ચિંતામાં મુકી દીધા છે. સમાચાર એવા હતા કે, દિલીપ જોશીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, તેમના ઘરને 25 હથિયારબંધ લોકોએ ઘેરી લીધું છે. કેટલાય રિપોર્ટમાં દાવો પણ કર્યો છે કે, પોલીસે તેમની સુરક્ષા વધારી દીધી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. પણ હવે સમગ્ર ઘટનાની સચ્ચાઈ સામે આવી છે. દિલીપ જોશીએ આ પ્રકારના સમાચારને ખોટા ગણાવ્યા અને અફવા હોવાનું કહ્યું છે.
દિલીપ જોશીએ કહ્યું કે, તેમને નથી ખબર કે, આ સમાચાર કેવી રીતે અને ક્યાંથી ફેલાયા. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, આ સમાચાર નકલી છે, આવું કંઈ થયું નથી. મને નથી ખબર કે તેની શરુઆત ક્યાંથી અને કેવી રીતે થઈ. આવા સમાચાર બે દિવસથી ચાલી રહ્યા છે અને તેને સાંભળીને સૌ કોઈ હેરાન રહી ગયા છે.
દિલીપ જોશીએ કહ્યું કે, શરુઆતમાં હું આવા સમાચાર વાંચીને હેરાન પરેશાન થઈ ગયો, પણ તેમણે તેનો પોઝિટીવ પક્ષ જોયો. તેમણે કહ્યું કે, તેમના મિત્રો અને પરિવારમાંથી ફોન કોલ આવવા લાગ્યા છે, આ સમાચાર વાંચ્યા બાદ કેટલાય લોકો અને જૂના મિત્રોના પણ ફોન આવ્યા અને હાલચાલ પુછ્યા.
દિલીપ જોશીએ કહ્યું કે, ભલું થાય એ વ્યક્તિનું જેણે આવા સમાચાર ફેલાવ્યા. મને એટલા લોકોના ફોન આવ્યા અને મારા હાલ-ચાલ પુછ્યા. એટલા જૂના મિત્રો અને સંબંધીઓને ફોન કર્યા. તેમને મળવાનું સારુ લાગ્યું. નકલી સમાચારથી મને જાણવા મળ્યું કે, લોકો મને કેટલો પ્રેમ કરે છે. આટલા બધા લોકો મારા અને મારા પરિવાર વિશે ચિંતિત છે, જાણીને સારુ લાગ્યું, આ ખુશીની વાત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર