Home /News /entertainment /Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ પાંચ પાત્રો વિના અધૂરી, શું ગોકુલધામ સોસાયટી થઈ ગઈ ખાલી?
Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ પાંચ પાત્રો વિના અધૂરી, શું ગોકુલધામ સોસાયટી થઈ ગઈ ખાલી?
શું ગોકુલધામ સોસાયટીમાં આવશે રોનક
Taarak Mehta Ka Ooltah Chashmah: છેલ્લા 14 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોને એન્ટરટેઈન કરી રહ્યો છે અને તેની લોકપ્રિયતા આજે પણ યથાવત છે, પરંતુ થોડા વર્ષોમાં ઘણા પોપ્યુલર કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે જેમાંથી ઘણા પરત ફરશે તેવી આશા આજે પણ છે પરંતુ હજી સુધી તે પાત્રો અને કલાકાર બંને શોમાં જોવા નથી મળી રહ્યા અને આ ખાસ પાત્રો ન હોવાથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટી અધૂરી અધૂરી લાગી રહી છે. જાણો આમાંથી કયા કેરેક્ટર સામેલ છે.
છેલ્લા 14 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોને એન્ટરટેઈન કરી રહ્યો છે અને તેની લોકપ્રિયતા આજે પણ યથાવત છે, પરંતુ થોડા વર્ષોમાં ઘણા પોપ્યુલર કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે જેમાંથી ઘણા પરત ફરશે તેવી આશા આજે પણ છે પરંતુ હજી સુધી તે પાત્રો અને કલાકાર બંને શોમાં જોવા નથી મળી રહ્યા અને આ ખાસ પાત્રો ન હોવાથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટી અધૂરી અધૂરી લાગી રહી છે. જાણો આમાંથી કયા કેરેક્ટર સામેલ છે.
દયાબેન (દિશા વાકાણી)ઃ 2017માં દિશા વાકાણી જ્યારે માતા બનવાની હતી તો તે મેટરનિટી લીવ પર ગઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તે શોમાં પરત નથી ફરી. જો કે, તેના પાછા ફરવાની આશા હજી પણ છે પરંતુ તે હવે બીજા બાળકની માતા બની ગઈ છે અને તેની સાથે તે હવે શોમાં પરત નહીં ફરે તે નક્કી થઈ ગયું છે. હવે સમાચાર છે કે મેકર્સ આ પાત્રો માટે નવા ચહેરાની શોધ કરી રહ્યા છે.
સુંદરલાલ (મયુર વાકાણી)ઃ દયાબેન અને સુંદરલાલની જોડી વિશે તો બધા જાણે છે, જ્યાં દયા હોય છે ત્યાં તેનો વીરો સુંદરલાલ હોય છે. આવામાં જ્યારથી દયાબેનનું કેરેક્ટર શોમાં નથી તો સુંદરલાલ પણ ઘણો ઓછો જોવા મળી રહ્યો છે અને આ મસ્તીખોર પાત્રને બધા મિસ કરી રહ્યા છે.
ટપુ (રાજ અનડકટ): આ પાત્રને ઘણા સમયથી રાજ અનડકટ નિભાવી રહ્યો છે પરંતુ હવે થોડા મહિનાથી ટપુનું પાત્ર શોમાં જોવા નથી મળી રહ્યું. કહેવામાં આવી રહ્યું છે કે રાજ અનડકટ શોને અલવિદા કહી દીધું છે અને હવે શોમાં નવા ચહેરાની એન્ટ્રી થશે.
મહેતા સાહેબ (શૈલેષ લોઢા): આ રોલને 14 વર્ષથી શૈલેષ લોઢા નિભાવી રહ્યા હતા પરંતુ હાલમાં તેમને આ શો છોડી દીધો હોવાના સમાચાર આવ્યા અને હવે ફાઈનલ થઈ ગયું છે કે તેમણે શોને અલવિદા કહી દીધું છે. નવા મહેતા સાહેબને લઈને પણ શોધ શરૂ થઈ ગઈ છે.
બાવરી (મોનિકા ભદોરિયા): બાઘા અને બાવરીની જોડીને પણ શોમાં પસંદ કરવામાં આવે છે, પરંતુ હવે શોમાં બાઘા જોવા મળે છે પરંતુ બાવરી નહીં. હકીકતમાં આ પાત્રને નિભાવતી મોનિકા ભદોરિયા શોને પહેલાથી જ અલવિદા કહી ચૂકી છે. હવે કોઈ નવા ચહેરાની શોધ ચાલી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર