Home /News /entertainment /'તારક મહેતા' ફેમ સોનુ ઉર્ફ નિધિ ભાનુશાળીનું મેકઓવર, ન્યૂ હેરસ્ટાઈલમાં ઓળખવી મુશ્કેલ

'તારક મહેતા' ફેમ સોનુ ઉર્ફ નિધિ ભાનુશાળીનું મેકઓવર, ન્યૂ હેરસ્ટાઈલમાં ઓળખવી મુશ્કેલ

નિધિ ભાનુશાળીને ન્યૂ હેરસ્ટાઈલમાં ઓળખવી મુશ્કેલ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની જૂની સોનુ હંમેશાં કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. નિધિ ભાનુશાળીની લેટેસ્ટ તસવીર તમે જોશો તો કદાચ જ તમે તેણે ઓળખી શકશો. નિધિએ પોતાના ન્યૂ લુકથી ફેન્સને સરપ્રાઈઝ કરી દીધા છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની જૂની સોનુ હંમેશાં કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. નિધિ ભાનુશાળીની લેટેસ્ટ તસવીર તમે જોશો તો કદાચ જ તમે તેણે ઓળખી શકશો. નિધિએ પોતાના ન્યૂ લુકથી ફેન્સને સરપ્રાઈઝ કરી દીધા છે. નિધિએ નવા હેરકટ કરાવ્યા છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુના રોલથી ફેમસ થયેલી નિધિનો ન્યુ લુક ટપુ એટલે કે ભવ્ય ગાંધીને પસંદ આવી રહ્યો છે.




નિધિ ભાનુશાળીનું મેકઓવર

નિધિએ પોતાના મેકઓવરનો ફોટો ઈન્સ્ટા પર શેર કર્યો છે. નવા હેરકટમાં નિધિને ઓળખવી મુશ્કેલ છે. તેણે પોતાના લાંબા વાળ કપાવીને એકદમ શોર્ટ કરાવી દીધા છે. નિધિ અત્યારે બાલીમાં વેકેશન એન્જોય કરી રહી છે. સોશિયલ મીડિયા પર નિધિએ સુંદર લોકેશનની તસવીર શેર કરી છે. બ્લૂ ડેનિમ શોર્ટ્સ અને બ્લેક પ્રિન્ટેડ ક્રોપ ટોપમાં નિધિ એકદમ બિન્દાસ જોવા મળી રહી છે.




ભવ્યગાંધીને પસંદ આવ્યો નિધિનો મેકઓવર

નિધિ ભાનુશાળીના આ લુક પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો તેના બદલાયેલા અંદાજના વખાણ કરી રહ્યા છે તો ઘણા લોકોને નિધિની સ્ટાઈલ પસંદ નથી આવી રહી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપુને નિધિનો નવો લુક પસંદ આવ્યો છે. તેણે નિધિના ફોટો પર કમેન્ટ કરી લખ્યું-નાઈસ. નિધિએ વર્ષ 2019માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો હતો. સોનુના રોલમાં નિધિને લોકો પસંદ કરતા હતા. હવે નિધિ પોતાના ટ્રાવેલ વ્લોગ્સમાં વ્યસ્ત રહે છે. નિધિ હંમેશાં ફરતી રહે છે. તે પોતાની લાઈફને ફૂલ એન્જોય કરી રહી છે. નિધિના વ્લોગ્સ ફેન્સની વચ્ચે ઘણા પસંદ કરવામાં આવે છે.
First published:

Tags: Nidhi bhanushali, Taarak Mehta Ka Ooltah Chashmah

विज्ञापन