Home /News /entertainment /'તારક મહેતા' બનવા માટે આટલી ફીસ લેતા હતાં શૈલેષ લોઢા, સુપરસ્ટાર જેવી જીવે છે લાઇફ

'તારક મહેતા' બનવા માટે આટલી ફીસ લેતા હતાં શૈલેષ લોઢા, સુપરસ્ટાર જેવી જીવે છે લાઇફ

પોપ્યુલર ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ શૈલેષ લોઢા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જો કે તેમણે તારક મહેતાને અલવિદા કહી દીધું છે, પરંતુ તેઓ હજુ પણ તેમની કવિતાઓ દ્વારા ખૂબ પ્રખ્યાત છે.

પોપ્યુલર ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ શૈલેષ લોઢા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જો કે તેમણે તારક મહેતાને અલવિદા કહી દીધું છે, પરંતુ તેઓ હજુ પણ તેમની કવિતાઓ દ્વારા ખૂબ પ્રખ્યાત છે.

    ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ શૈલેષ લોઢાને કોણ નથી જાણતું. તેમનો અભિનય અને કવિતા દરેકને ગમે છે. તારક મહેતાના કારણે શૈલેષ લોઢા દેશ અને દુનિયામાં ખૂબ ફેમસ થયા છે, પરંતુ તારક મહેતાના મેકર્સ સાથેના મતભેદોને કારણે તેમણે થોડા સમય પહેલા જ આ શો છોડી દીધો છે.

    શોમાંથી તેની વિદાયથી ફેન્સ ખૂબ જ દુખી હતા. શૈલેષ લોઢા 8 નવેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. તો ચાલો આ ખાસ પ્રસંગે તમને અભિનેતાની નેટવર્થ વિશે જણાવીએ-

    આ પણ વાંચો :  નિક્કી તંબોલીના હૉટ ફિગરે વધાર્યો ઇન્ટરનેટનો પારો, ડીપનેક પર અટકી ફેન્સની નજર

    તારક મહેતામાં આ રીતે થઇ હતી એન્ટ્રી


    તારક મહેતા સાથે જોડાતા પહેલા શૈલેષ લોઢા કવિ સંમેલન 'વાહ ક્યા બાત હૈ' કરતા હતા. આ શોમાં તેની મુલાકાત નિર્માતા અસિત મોદી સાથે થઈ હતી. આ દરમિયાન અસિતે તેને તારક મહેતામાં કામ કરવાની ઓફર કરી. શૈલેષે પણ અસિત મોદીને ના ન પાડી અને ઓફર સ્વીકારી લીધી.

    એક એપિસોડ માટે આટલો ચાર્જ લેતા હાતા શૈલેષ


    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શૈલેષ લોઢા તારક મહેતાના પાત્ર અને અંજલિ મહેતાના પતિ તરીકે જોવા મળ્યા હતા. તે શોમાં જેઠાલાલનો ખૂબ જ નજીકનો મિત્ર પણ બની ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શૈલેષ લોઢા તારક મહેતાના એક એપિસોડ માટે લગભગ એક લાખ રૂપિયા લેતા હતા.

    આ પણ વાંચો :  રણબીર કપૂર પિતા બનતા જ થઇ ગયો ઇમોશનલ, પહેલીવાર દીકરીને હાથમાં લીધા બાદ આવું હતું રિએક્શન


    આટલી છે નેટવર્થ


    શૈલેષ લોઢા એક મહિનામાં લાખો રૂપિયાની કમાણી કરે છે. આ ઉપરાંત એક્ટર કવિ સંમેલન પણ યોજે છે. રિપોર્ટ અનુસાર, એક્ટરની કુલ સંપત્તિ 7 કરોડ રૂપિયા છે. એક્ટરનું મુંબઈમાં એક ઘર છે, જ્યાં તે તેની પત્ની સ્વાતિ અને પુત્રી સ્વરા સાથે રહે છે. શૈલેષ લોઢાએ તારક મહેતામાં ભલે સામાન્ય વ્યક્તિની ભૂમિકા ભજવી હોય, પરંતુ રિયલ લાઇફમાં તેને લક્ઝુરિયસ ગાડીઓનો શોખ છે. શૈલેષ લોઢા ઓડી, મર્સિડીઝ બેન્ઝ ઇ 350 ડી જેવી શાનદાર કાર ધરાવે છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Shailesh Lodha, Tarak Maheta ka Ulta chasma, Tarak Mehta, Tarak Mehta ka Oolatah chashma

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन