Home /News /entertainment /'તારક મેહતા..'નો રોશન સિંહ સોઢી જ્યારે દેવામાં ડૂબી ગયો હતો.. પાઇ-પાઇ ચૂકવવા કર્યું હતું આ કામ
'તારક મેહતા..'નો રોશન સિંહ સોઢી જ્યારે દેવામાં ડૂબી ગયો હતો.. પાઇ-પાઇ ચૂકવવા કર્યું હતું આ કામ
(Photo-sodhi_gcs/Instagram)
Taarak Mehta Ka Ooltah Chashmah: ગુરુચરણ સિંહ સોઢી (Gurucharan Singh Sodhi)એ હાલમાં જ તેનાં જુના દિવસો યાદ કર્યા હતાં. તેમણે જણાવ્યું કે, શોમાં આવતા પહેલાં કેવી રીતે દેવામાં ડુબેલો હતો. અને જીવન જીવવાં તેણે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી પર સૌથી વધુ પસંદ કરવામાં આવતાં શોમાંથી એક 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)નો દરેક પાત્ર તેનાંમાં જ ખાસ છે. ગત 13 વર્ષોથી આ શો લોકોનું ખાસ મનોરંજન કરે છે. શોનો દરેક કિરદાર ઘર-ઘરમાં લોકપ્રિય છે. શોમાં રોશન સિંહ સોઢી (Roshan Singh Sodhi)નો કિરદાર અદા કરી ચુકેલાં, ગુરુચરણ સિંહ સોઢી (Gurucharan Singh Sodhi)એ હાલમાંજ તેનાં જુના દિવસો યાદ કર્યા. તેણે જણાવ્યું કે, કેવી રીતે તે શોમાં આવતા પહેલાં દેવામાં ડુબેલો હતો. અને જીવન જીવવા તેણે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો.
ગુરુચરણ સિંહ સોઢી (Gurucharan Singh Sodhi) ભલે હવે શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)નો ભાગ નથી. પણ શોથી મળેલી નેમ અને ફેઇમ ભૂલ્યો નથી. જેટલો સમય તે શોમાં રહ્યો તેને દર્શકોનો ખુબજ પ્રેમ મળ્યો અને તેનાં અભિનયનાં પણ ખુબ જ વખાણ થયા. હજુ પણ દર્શકો વચ્ચે જુના સોઢી તરીકે તે ફેમસ છે.
(Photo-sodhi_gcs/Instagram)
દેવામાં ડુબ્યા બાદ મુંબઇ આવ્યો સોઢી- ખુશી મોટી હોય કે નાની શોમાં દરેકને પાર્ટી આપવા તૈયાર રહેનારા રોશ સિંહ સોઢી તેનાં બિન્દાસ સ્ટાઇલથી શોમાં જીવ રેડી દેતો હતો. જુના દિવસોને યાદ કરતાં તેણે કહ્યું કે, દેવામાં ડુબી ગયો હતો તેથી જ તો મુંબઇ આવું પડ્યું હતું.
જ્યારે કોઇની મદદ ન મળી તો મુંબઇ આવ્યો- એક લાઇવ વીડિયો સેશન દરમિયાન તેણે આ વાત જણાવી હતી. તેણે કહ્યું હતું કે, જ્યારે તેનાં માથે દેવાનું ભારણ વધી ગયુ લોકો પૈસા માંગવા તેનાં ઘર સુધી આવવા લાગ્યા ત્યારે તેમનાંથી છુટકારો મેળવવાં તે મુંબઇ આવી ગયો. છ મહિનાની અંદર જ તેને 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' માં રોલ મળી ગયો.
છ વર્ષ બાદ લીધી શોથી વિદાય- વર્ષ 2013માં રોશન સિંહ સોઢીએ શો છોડી દીધો હતો. પણ પબ્લિક ડિમાન્ડને કારણે વર્ષ 2014માં તેને પરત લીધો. વધુ છ વર્ષ બાદ એટલે કે હાલમાં વર્ષ 2021માં તેણે ફરી એક વખત તારક મેહતા.. શો છોડી દીધો.. હવે રોશન સિંહ સોઢીનું પાત્ર બલવિંદર સિંહ સૂરી અદા કરી રહ્યો છે.