Home /News /entertainment /

KBCમાં TMKOCની ટીમની મસ્તી,પોપટલાલ Big Bને કહ્યું- 'મારા લાયક કોઇ છોકરી છે ધ્યાનમાં..'

KBCમાં TMKOCની ટીમની મસ્તી,પોપટલાલ Big Bને કહ્યું- 'મારા લાયક કોઇ છોકરી છે ધ્યાનમાં..'

પોપટલાલે બિગ બીને કહ્યું, છે મારા લાયક કોઇ યુવતી..

કોન બનેગા કરોડપતિ (Kaun banega Karodpati)એ તાજેતરમાં પોતાના 1000 એપિસોડ પૂરા કર્યા છે. ત્યારે કેબીસી (KBC) અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) શોના દર્શકો માટે ખુશખબર છે. આ શોને વધુ સ્પેશ્યલ (Special Episode) બનાવવા માટે ટીવીના સૌથી જૂના અને લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના કલાકારો અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના સવાલોના જવાબ આપતા નજરે પડશે.

વધુ જુઓ ...
    દેશો સૌથી પોપ્યુલર અને લોકપ્રિય ટીવી શો કોન બનેગા કરોડપતિ (Kaun banega Karodpati)એ તાજેતરમાં પોતાના 1000 એપિસોડ પૂરા કર્યા છે. ત્યારે કેબીસી (KBC) અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) શોના દર્શકો માટે ખુશખબર છે. આ શોને વધુ સ્પેશ્યલ (Special Episode) બનાવવા માટે ટીવીના સૌથી જૂના અને લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના કલાકારો અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના સવાલોના જવાબ આપતા નજરે પડશે.

    આ પણ વાંચો-Sameera Reddy Post Pregnancy Tips: ખુશ અને પોઝિટિવ રહેવાં જીવનમાં ઉતારી લો સમીરા રેડ્ડીનાં આ 8 અદભૂત વિચારો

    KBCમાં દેખાશે તારક મહેતા.. ની ટીમ- TMKOCની ટીમના જેઠાલાલ (દિલીપ જોશી), પોપટલાલ (શ્યામ પાઠક), કોમલ હાથી (અંબિકા રંજનકર)થી લઇને શોના નિર્માતા અસિત કુમાર મોદી કેબીસીમાં બિગ બી સાથે દેખાશે. રસપ્રદ વાત તે છે કે, અમિતાભ બચ્ચનની મેજબાનીવાળા શોમાં આ શુક્રવારે એક કે બે મહેમાન નહીં પણ કુલ 21 મહેમાન હાજર હશે.

    શોમાં ખૂબ કરી મસ્તી- આ દરમિયાન સોની ટીવીએ શોના આગામી શાનદાર શુક્રવારના એપિસોડનો એક પ્રોમો જાહેર કર્યો છે. આ વિડીયોમાં જોઇ શકાય છે કે આગામી શાનદાર શુક્રવારના રોજ દર્શકોને મસ્તી અને કોમેડીનો ઓવરડોઝ મળશે.

    આ પણ વાંચો-Bhojpuri Star કાર કલેક્શન, Rani Chatterjee બાદ હવે શુભી શર્માના ઘરે આવી નવી મર્સિડીઝ

    પોપટલાલે માંગી અમિતાભની મદદ- અમિતાભ બચ્ચને તારક મહેતાના 21 લોકોને જોઇને કહ્યું કે, અહીં સીટ તો માત્ર 2 જ લોકોની છે. બિગ બીની આ વાત પર દિલીપ જોશીએ જબરદસ્ત અંદાજમાં જવાબ આપ્યો હતો. જેઠાલાલે (દિલીપ જોશી) કહ્યું કે, બે ઉપર બેસી જશે, બાકીના લોકો નીચે પંગત લગાવી દો અને ત્યાર બાદ શરૂ થયો રમૂજનો સિલસિલો. શો દરમિયાન પોપટલાલે અમિતાભ બચ્ચન પાસે તેના લગ્ન કરાવવા મદદ માંગી હતી.

    સેટ પર રમ્યા ગરબા- પોપટલાલે અમિતાભ બચ્ચન સામે પોતાના લગ્ન વિશે વાત કરતા જણાવ્યું કે, સર, તમે તમારા લગ્ન કરાવી શકો છો. હું ફર્સ્ટ ક્લાસ લોટ બાધું છું અને લોકડાઉનમાં કચરા-પોતા પણ કર્યા હતા. પોપટલાલની વાતો સાંભળીને અમિતાભ બચ્ચન પણ હસવા લાગ્યા હતા અને બોલ્યા, શાબાશ. શોમાં દર્શકોને માત્ર કેબીસી ગેમ અને રમૂજનો ડોઝ જ નહીં, પરંતુ ગરબાની રમઝટ પણ જોવા મળશે. અમિતાભ બચ્ચને જેઠાલાલ અને બાપુજી સાથે ગેમ પણ રમી અને ગરબા પણ રમ્યા હતા. ટૂંકમાં કહીએ તો આ આવનાર એપિસોડ દર્શકો માટે મનોરંજન અને મસ્તીનો પટારો ખોલી દેશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Entertainment, KBC, TMKOC, Tv show

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन