'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)ની જૂની સોનૂ એટલે કે નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali)એ તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી જગતનાં સૌથી પસંદીદા શોમાંથી એક છે. આ શો 12 વર્ષથી વધુ લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. શોનાં તમામ કેરેક્ટર પણ ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી ચુક્યાં ચે. પછી તે દયા ભાભી હોય, જેઠાલાલ હોય કે ટપ્પૂ કે પછી બબીતાજી હોય. શોમાં જૂની સોનૂ (Purani Sonu)નો રોલ અદા કરનારી નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali) અદા કરી રહી છે. નિધિ ભાનુશાલીની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. જે તેની દરેક એક્ટિવિટી પર નજર બનાવી રહી છે.
નિધિ ભાનુશાલી પણ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. તે તેનાં ફોટોઝ અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે. એવામાં તેનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પર લોકો કમેન્ટ કરી રહ્યાં છે. વીડિયોમાં નિધિ ભાનુશાલી ઝીલમાં નહાતી નજર આવે છે અને પાણીની મજા લઇ રહી છે.
વીડિયો શેર કરતાં નિધિ ભાનુશાલીએ કેપ્શનમાં લખ્યું છે ,'બસ પાણીમાં કુદવાનું બહાનું શોધી રહી છું. એશિયાની બીજી સૌથી મોટી માનવ નિર્મિત ઝીલ, રાજસમંદ, ત્યાં છે જ્યાં અમને તીર્થયાત્રિઓને રાજસ્થાની ગર્મીને માત આપવાં જોઇએ.' નિધિનો આ વીડિયો જોત જોતામાં વાયરલ થઇ રહ્યો છે. જેનાં પર એક્ટ્રેસનાં ફેન્સ રિએક્ટ કરી રહ્યાં છે.
જૂની સોનૂએ તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં તે રાજસ્થાનમાં એક ઝીલમાં તરતી નજર આવે છે. નિધિની સાથે એક કુતરાની સાથે તરી રહ્યો છે. તેનાં બોલ્ડ અંદાજથી નિધિ ભાનુશાળી ચર્ચામાં રહે છે. જોકે, ઘણી વખત નિધિ ભાનુશાળીને એડવેન્ચર કરતાં જોઇ શકાય છે તે ઘણી વખત ફરતી હોય છે અને વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર