TMKOC: 'બબીતા ​​જી'એ 4 મહિનામાં જ બદલ્યો અવતાર, નવો લુક જોઈને ફેન્સે કહ્યું- 'પ્રોગ્રેસ તો હુઆ હૈ...'

'બબીતા ​​જી'એ 4 મહિનામાં જ બદલ્યો અવતાર

મુનમુન દત્તાએ આ પોસ્ટ દ્વારા પોતાના ટોન્ડ બોડીના તમામ રહસ્યો જાહેર કર્યા છે. તેણે પહેલા બે તસવીરો શેર કરી છે, જેના દ્વારા તેણે પહેલાના અને અત્યારના લુકમાં તફાવત દર્શાવ્યો છે.

  • Share this:
    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) એક લોકપ્રિય ટીવી શો છે. શોના કેટલાક પાત્રો એવા છે જે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં, શોની 'બબીતા ​​જી' (Babita Ji) એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta), જે પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં આવી હતી, તે ફરી એકવાર ચર્ચામાં છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ સક્રિય છે, તાજેતરમાં તેણે ચાહકો સાથે અદ્ભુત પરિવર્તન (Transformation)ની કેટલીક તસવીરો શેર કરી છે. તેના નવા લુકને જોયા બાદ ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. આ તસવીરો સાથે તેણે પોતાના વજન ઘટાડવાની જર્ની પણ શેર કરી છે.

    મુનમુન દત્તાએ આ પોસ્ટ દ્વારા પોતાના ટોન્ડ બોડીના તમામ રહસ્યો જાહેર કર્યા છે. તેણે પહેલા બે તસવીરો શેર કરી છે, જેના દ્વારા તેણે પહેલાના અને અત્યારના લુકમાં તફાવત દર્શાવ્યો છે. પહેલી તસવીરમાં તેણે સૂટ પહેર્યો છે, જેમાં તેનું વજન વધી રહ્યું છે, જ્યારે બીજી તસવીરમાં તે જિમ લુકમાં છે, જેમાં તેનું વજન ઓછું થઈ રહ્યું છે.



    આ સાથે તેણે કેટલીક અન્ય તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં મુનમુન દત્તા ખૂબ જ ખુશ અને ફ્રેશ દેખાઈ રહી છે.



    તસવીરો શેર કરતાં તેણે કેપ્શન લખ્યું – મેં @itsallaboutjourney સાથે સહયોગ કર્યો અને તેમના કાર્યક્રમમાં જોડાઈ, જેણે મને ઘણી પ્રેરણા આપી. મુનમુન દત્તાએ જણાવ્યું કે વજન ઘટાડવા માટે તે સતત હેલ્ધી ડાયટ લેતી હતી અને દરરોજ એક્સરસાઇઝ કરતી હતી.



    'બબીતાજી'એ આગળ કહ્યું, 'સારી વાત એ હતી કે ચાર મહિના સુધી વર્કઆઉટ ન કર્યા પછી, મેં ફરીથી સતત વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. બદલાવને જોઉ છુ અને અનુભવું છું, હું મારા વ્યસ્ત શેડ્યૂલમાંથી જ્યારે પણ શક્ય હોય ત્યારે કસરત કરવા માટે મારા સ્વભાવમાં પાછી આવી છું. પરફેક્ટ બોડી મેળવવા માટે ઘણી લાંબી મંજીલ કાપવાની છે, પરંતુ હું ટ્રેક પર છું અને પ્રેરિત છું. તે એક યાત્રા હશે અને હું આગળ જોઈ રહી છું.

    આ પણ વાંચો'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા': 'બબીતા ​​જી' એ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, જુઓ - શેર કર્યા ઘરના અંદરના Photos

    તેના નવા લુકને જોઈને ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. લોકો તેનો નવો લુક પસંદ કરી રહ્યા છે. તેની તસવીર પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- 'પ્રોગ્રેસ તો હુઆ હૈ...'. બીજાએ લખ્યું- 'તમે જેવા છો તેટલા જ તમે હંમેશા સુંદર છો.' અન્ય એક યુઝરે લખ્યું- 'પહેલાં કે પછી પણ હું જેઠા જેવો છું જે હંમેશા તમને પ્રેમ કરે છે.' ફેન્સ તેમને હાર્ટ અને ફાયર ઇમોજી બનાવીને પ્રેમ આપી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published: