Home /News /entertainment /હોટ છે તારક મહેતાના બાઘાની રિયલ વાઇફ, ખૂબસૂરતીમાં જેઠાલાલની બબીતા પણ લાગશે ફિક્કી
હોટ છે તારક મહેતાના બાઘાની રિયલ વાઇફ, ખૂબસૂરતીમાં જેઠાલાલની બબીતા પણ લાગશે ફિક્કી
બબીતા કરતાં પણ હોટ છે 'તારક મહેતા'ના બાઘાની રિયલ વાઇફ
શૉમાં બાઘા એટલે કે તન્મય વેકરિયાની (Tanmay Vekaria) એન્ટ્રી કોઇ અન્ય રોલ માટે થઇ હતી પરંતુ પછીથી મેકર્સે તેને એટલો મહત્વપૂર્ણ રોલ આપ્યો કે તે આજે ઘરે ઘરે ફેમસ થઇ ગયો છે. શૉમાં બાઘાનું પાત્ર કેવુ છે, તે કેવી જિંદગી જીવે છે, શું કરે છે અને તેના પરિવારમાં કોણ છે ચાલો તમને જણાવીએ...
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના દરેક પાત્ર આમ તો અનોખા છે પરંતુ એક પાત્ર છે જે સૌથી હટકે છે. તે છે શૉમાં બાઘાનો રોલ કરનાર તન્મય વેકરિયા. ભલે શૉમાં બાઘા એટલે કે તન્મય વેકરિયાની (Tanmay Vekaria) એન્ટ્રી કોઇ અન્ય રોલ માટે થઇ હતી પરંતુ પછીથી મેકર્સે તેને એટલો મહત્વપૂર્ણ રોલ આપ્યો કે તે આજે ઘરે ઘરે ફેમસ થઇ ગયો છે. શૉમાં બાઘાનું પાત્ર કેવુ છે, તે કેવી જિંદગી જીવે છે, શું કરે છે અને તેના પરિવારમાં કોણ છે ચાલો તમને જણાવીએ...
2010માં મળ્યો બાઘાનો રોલ
તન્મયે પહેલીવાર 1986માં ફુલવારીમાં એક બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. તન્મયે પછીથી ચુપકે ચુપકે, યસ બોસ, ખિચડી, મણિબેન ડોટ કોમ જેની લોકપ્રિય ફિલ્મો અને ધારાવાહિકોમાં અભિનય કર્યો. તન્મયના પરિવારમાં પત્ની, દીકરી અને દીકરો છે. સાથે જ તેના માતા-પિતા અને ભાઇ-બહેન અને ભત્રીજી છે.
તન્મય આ શૉમાં અલગ અલગ ભૂમિકા ભજવતો હતો, જેમાં તે રિક્ષા ડ્રાઇવર, ટેક્સી ડ્રાઇવર, નિરિક્ષક અને ક્યારેક શિક્ષકની ભૂમિકા ભજવતો હતો. વર્ષ 2010માં તન્મયને બાઘાની ભૂમિકા મળી.
2 બાળકોનો પિતા છે બાઘા
આ શૉ દ્વારા તે લાખો રૂપિયા કમાય છે. ભલે શૉમાં બાઘા બાવરીજીનો દિવાનો હોય અને તેની સાથે લગ્નની રાહ જોઇ રહ્યો હોય. પરંતુ તન્મય વેકરિયાને તેની બાવરી ક્યારની મળી ચુકી છે. તન્મય પરણિત હોવાની સાથે બે બાળકોનો પિતા પણ છે. તન્મય વેકરિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોસ્ટ શેર કરે છે. આ પોસ્ટમાં તે પોતાની ફેમીલીની ઝલક પણ બતાવે છે.
તન્મય એક્ટિંગમાં આવતા પહેલા બેંકમાં નોકરી કરતો હતો. પરંતુ એક્ટિંગનો શોખ તેને આ ઇન્ડસ્ટ્રીમાં ખેંચી લાવ્યો. તે ગુજરાતી સિનેમામાં ઘણુ કામ કરી ચુક્યો છે. પરંતુ તેને અસલ ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી જ મળી. બાઘા એટલે કે તન્મયની પત્નીનું નામ મિતસુ છે. તેની દીકરી વૃષ્ટિ અને દીકરો જીશાન છે. જેની સાથે તન્મય ખૂબ સમય પસાર કરે છે.
આ પાત્રમાં જોવા મળે છે નટ્ટુ કાકા અને બાઘા
શૉમાં બાઘા નટ્ટુ કાકા સાથે જોવા મળે છે. નટ્ટુ કાકા અને બાઘા શૉમાં કાકા-ભત્રીજાની જોડીમાં જોવા મળે છે. બંને જેઠાલાલની ઇલેક્ટ્રોનિકની દુકાન પર કામ કરે છે. નટ્ટુ કાકા અને બાઘાની કેમેસ્ટ્રી ગજબ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર