Home /News /entertainment /TMKOC ની આ એક્ટ્રેસ કાસ્ટિંગ કાઉચ અંગે કર્યો ખુલાસો, બોલી- પાંચ વર્ષ પહેલાં....

TMKOC ની આ એક્ટ્રેસ કાસ્ટિંગ કાઉચ અંગે કર્યો ખુલાસો, બોલી- પાંચ વર્ષ પહેલાં....

તારક મેહતાની એક્ટ્રેસ બોલી કાસ્ટિંગ કાઉચનાં અનુભવ વિશે

આરાધના શર્મા (Aradhana Sharma) હાલમાં જ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં નજર આવી હતી. તેણે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવાં અંગે ચોકાવનારો ખુલાસો કર્યો છે. કરિઅરમાં આવતી બાધાઓ અંગે વાતમાં કહ્યું કે, આરાધના શર્માએ તેની સાથે એવી ઘટના અંગે વાત કરી કે, જે ખુબજ દુર્ભાગ્યપૂર્ણ હતી.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka OoltahChashmah) ટીવી જગતનો સૌથી પંસદીદા શોમાંથી એક છે. આ શો 12 વર્ષથી વધુ લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરે છે. શોનાં તમામ કિરદાર પણ ઘર ઘરમાં ઓળખીતા થઇ ગયા છે. હાલમાં સ્પલિટ્સવિલા 12 (Splitsvilla Season 12) ફેઇમ આરાધના શર્મા હાલમાં જ શોમાં નજર આવી હતી. શોનાં અન્ય કલાકારની જેમ, તેણએ શોનાં દર્શકો અને પ્રશંસકોને અપાર પ્રેમ અને લોકપ્રિયતા મળી. આ વચ્ચે આરાધના શર્મા (Aradhana Sharma)એ કાસ્ટિંગ કાઉચનાં સામના અંગે ચોકાવનારો ખુલાસો કર્યો છે.

કરિઅરની રાહમાં આવનારી બાધાઓ અંગે વાત કરતાં આરાધના શર્માએ તેની સાથે થયેલી એવી ઘટનાઓ અંગે વાત કરી જે ખુબજ દુર્ભાગ્યપૂર્ણ હતી. એક ઇન્ટરવ્યૂમાં તેણએ કહ્યું કે, 'આ પાંચ વર્ષ પહેલાં થયું હતું. જ્યારે હું પૂણેમાં ભણતી હતી. હું તે ઘટનાને આખી જીંદગી ભૂલી શકે છએ. જ્યારે હું મોડલિંગ અસાનમેન્ટ કરતી હતી. એવાંમાં એક વ્યક્તિ હતો જે મુંબઇમાં એક પ્રોજેક્ટ માટે કાસ્ટિંગ કરતો હતો.'

Photo credit: Instagram/@aradhanasharmaofficial


'સ્ક્રિપ્ટની રીડિંગ મારા હોમ ટાઉન રાંચીમાં હતી. જ્યાં અમે સ્ક્રિપ્ટ વાંચતા હતાં. ત્યાં સતત તે મને અડવાંનો પ્રયાસ કરતો હતો. હું સમજી નહોતી શકતી કે શું થઇ રહ્યું છે. મે તેને ધક્કો માર્યો, દરવાજો ખોલી અને ભાગી ગઇ. આ દુખદ હતું. મે આ વાત ઘણાં દિવસો સુધી કોઇની સાથે શેર કરી ન હતી. હું 19-20 વર્ષની હતી. મને ખુબજ ખરાબ લાગતું હતું.'

આરાધના વધુમાં કહે છે કે, 'આ ઘટનાની સાથે મને વિશ્વાસ સંબંધી સમસ્યા થઇ ગઇ હતી. હું કોઇપણ વ્ય્કતિની સાથે એક રૂમમાં નહોતી રહી શકતી. અહીં સુધી કે મને મારા પિતાની સાથે પણ રહેવામાં ડર લાગતો હતો. હું અને મારી માતા આ મામલે પોલીસ સ્ટેશન જવાં ઇચ્છતા હતાં પણ મારા પરિજનોએ મને રોકી લીધી. ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને ન ફક્ત ઉત્પીડનનો સામનોકરવો પડે છે. પણ તેમને બોડી શેમિંગ અને કેઝ્યુઅલ સેક્સિઝમનો પણ સામનો કરવો પડે છે. '
First published:

Tags: Aradhana Sharma, Aradhana Sharma confesses her pregnancy, Aradhana Sharma pregnancy, Aradhana Sharma sex with boyfriend, Aradhana Sharma sexy Photos, Social media, Splitsvilla 12, Taarak Mehta Ka Ooltah Chashmah, Viral news, Viral Photos