Home /News /entertainment /Taarak Mehta Ka Ooltah Chashmah: ફાફડા-જલેબી પૂરા થઈ જતાં જેઠાલાલની પાર્ટીમાં ‘રંગમાં પડ્યો ભંગ’

Taarak Mehta Ka Ooltah Chashmah: ફાફડા-જલેબી પૂરા થઈ જતાં જેઠાલાલની પાર્ટીમાં ‘રંગમાં પડ્યો ભંગ’

જેઠાલાલે ગોકુલધામના તમામ પુરૂષોને જલેબી અને ફાફડા પાર્ટીનું આમંત્રણ આપ્યું. (તસવીર સાભાર- Youtube/Sony PAL)

Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલની પાર્ટી શરૂ થતાં પહેલા જ ફાફડા-જલેબી પર કોણ હાથ સાફ કરી ગયું?

મુંબઈ. ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)ના જેઠાલાલ (Jethalal) પર મોટી મુશ્કેલી આવવાની છે. જેઠાલાલે ગોકુલધામ (Gokuldham Society)ના તમામ પુરુષોને તેમના ઘરે જલેબી-ફાફડાની પાર્ટી (Jethalal Fafda Jalebi Party) માટે આમંત્રણ આપ્યું છે. બધા પુરુષો સ્વાદિષ્ટ જલેબી અને ફાફડાનો સ્વાદ માણવા માટે તલપાપડ છે. તેઓ બધા આતુરતાથી તે દિવસની રાહ જોઈ રહ્યા છે. જોકે, દર વખતની જેમ ડૉ. હાથી (Dr. Hathi) સૌથી વધુ ઉત્સાહિત છે. ડૉ. હાથી બાકીના મિત્રો જેઠાલાલના ઘરે પહોંચે તે પહેલાં જ જેઠાલાલના ઘરે પહોંચી જાય છે. ત્યારબાદ એક રમૂજી ઘટના બને છે, જેના કારણે જેઠાલાલ સહીત બધાના હોશ ઉડી જાય છે.

જ્યારે ડૉ. હાથી જેઠાલાલના ઘરે બેસીને બધા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તેમને ટેબલ પરની સ્વાદિષ્ટ વાનગીઓની સુગંધ આવી રહી હતી. ડૉ. હાથીને પહેલેથી જ ખુબ ભૂખ લાગી રહી હતી. જેના કારણે પોતાના પર તેમનું નિયંત્રિત ન રહ્યું અને તેઓ એકલા ફાફડા-જલેબી (Fafda Jalebi) પર તૂટી પડ્યા. જ્યારે બધા આવી જાય છે અને જેઠાલાલ બધા મહેમાનોને ભોજન પીરસવા આગળ વધે છે, પરંતુ ફાફડા-જલેબી તો હોતા જ નથી! ખાલી વાસણ જોઈને દરેકનું મન બગડે છે.
" isDesktop="true" id="1125311" >


બધા મહેમાનો પણ પોતપોતાની પ્લેટ્સ ચેક કરે છે. પરંતુ તેમાં પણ કંઈ નથી હોતું. દરેક વ્યક્તિ વિચારમાં પડી જાય છે કે બધા ફાફડા-જલેબી ક્યાં ગયા? દરેકને એવું લાગે છે કે તેની પાછળ ડૉ. હાથીનો હાથ છે. કારણ કે માત્ર તેઓ જ આટલા ઓછા સમયમાં આટલો ખોરાક ખાઈ શકે છે. જેઠાલાલ જાણવા માંગે છે કે કોઈ વ્યક્તિ આટલો બધો ખોરાક કેવી રીતે ખાઈ શકે છે. જોકે, આ મજેદાર અને રસપ્રદ વાર્તા જાણવા માટે, તમારે આ ટીવી શોનો આગળનો એપિસોડ જોવો પડશે.

આ પણ વાંચો, ALIA BHATT: પૈપરાઝી સાથે ખરાબ વર્તન કરવાં પર થઇ ટ્રોલ, યુઝરે કહ્યું- 'અભિમાની છોકરી'

બબીતાજી ટૂંક સમયમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળશે? અય્યરે કર્યો ખુલાસો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા છેલ્લા ઘણા મહિનાઓથી શોમાં દેખાયા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે શો છોડી દીધો છે, જોકે મેકર્સે તેના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી, પરંતુ મેકર્સે બબીતા જીની વાપસી અંગે સંકેત આપ્યો છે.

આ પણ વાંચો, શું Trisha Kar Madhu બાદ પ્રિયંકા પંડિતનો પણ VIRAL થયો MMS? ઇન્ટરનેટ પર થયો ટ્રેન્ડ

અય્યર ભાઈની ભૂમિકા ભજવનાર તનુજ મહાશબ્દેએ પણ શોમાં બબીતા જીના પુનરાગમન પર પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તનુજ મહાશબ્દેએ કહ્યું કે તેમને ખબર નથી કે આવી અફવાઓ ક્યાંથી શરૂ થઈ. તે બહુ જલ્દી મુનમુન દત્તા સાથે શૂટિંગ કરવા જઈ રહ્યો છે. તનુજે વધુમાં કહ્યું કે તે પણ સાચું નથી કે તેનો સીન હટાવી દેવામાં આવ્યો છે. મુનમુનના જીવનમાં જે પણ બન્યું છે તે વ્યક્તિગત છે અને તેને બબીતા જીનું પાત્ર ભજવવામાં કોઈ સમસ્યા નથી. શોમાં કોઈ વાંધો નથી.
Published by:Mrunal Bhojak
First published:

Tags: Entertainment, Jethalal, Tarak mehta ka ooltah chashmah, કોમેડી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन