Home /News /entertainment /TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના વધુ એક દિગ્ગજે છોડી દીધો શો! હવે તો પહેલા જેવી મજા ક્યારેય નહીં આવે
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના વધુ એક દિગ્ગજે છોડી દીધો શો! હવે તો પહેલા જેવી મજા ક્યારેય નહીં આવે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
Taarak Mehta Ka Ooltah Chashmah: ગુજરાત સહિત દેશના સેંકડો ઘરોમાં સાંજના સમયે જોવાતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી અગાઉ દયાબેન દિશા વાંકાણી, તારક મહેતા શૈલેષ લોઢા અને ટપૂ સહિતના અનેક કલાકારો રજા લઈ ચૂક્યા છે.
TMKOC LATEST NEWS: છેલ્લા ઘણા વર્ષોથી ટેલીવિઝન પર રીતસર રાજ કરનાર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્ટાર્સ વારા ફરતે શો છોડી રહ્યા છે અને તેના કારણે હવે ઘણા દર્શકો ફરિયાદ કરી રહ્યા છે કે શો માં પહેલા જેવી મજા નથી રહી. સતત આવા સમાચારો વચ્ચે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે.
દિશા વાંકાણી, શૈલેષ લોઢા પણ છોડી ગયા
ગુજરાત સહિત દેશના સેંકડો ઘરોમાં સાંજના સમયે જોવાતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી અગાઉ દયાબેન દિશા વાંકાણી, તારક મહેતા શૈલેષ લોઢા અને ટપૂ સહિતના અનેક કલાકારો રજા લઈ ચૂક્યા છે. જેના કારણે ઓલરેડી શોના વ્યુઅરશીપને અસર પડી છે.
14 વર્ષથી શો ના ડાયરેક્ટર છોડી ગયા
આ બધાની વચ્ચે છેલ્લા 14 વર્ષથી શો ના ડાયરેક્ટર રહી ચૂકેલા માલવ રાઝદા પણ શો છોડી રહ્યા છે. આ સમાચારથી ટેલીવિઝનની દુનિયામાં ઘણા લોકોને આંચકો લાગ્યો છે. તો ચાહકોને પણ ફફડાટ છે કે હવે શોની ક્વોલોટી પહેલા જેવી નહીં રહે.
માલવ રાજદાનું શો છોડવાનું કારણ જ્યારે માલવ રાજદાને શો છોડવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, '14 વર્ષ સુધી શો કર્યા પછી મને લાગ્યું કે હું કમ્ફર્ટ ઝોનમાં આવી ગયો છું. મેં વિચાર્યું કે સર્જનાત્મક રીતે આગળ વધીએ, ચાલો તેમાંથી બહાર નીકળીએ અને આપણી જાતને પડકાર આપીએ.
આ 14 વર્ષ મારા જીવનના સૌથી સુંદર વર્ષો હતા. આ શોથી મેં માત્ર પૈસા અને પ્રસિદ્ધિ જ નહીં, પણ મને મારી લાઈફ પાર્ટનર પ્રિયા પણ મળી. ઉપરાંત માલવે નવા વર્ષ પર એક મજાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં વિતેલા વર્ષને ખુશનુમા ગણાવ્યું હતું.
તો બીજી તરફ વધુ એક સારા અભિનેતા અમિત ભટ્ટને ડોક્ટરોએ સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપી છે. શોના નિર્માતાઓએ પણ તેમને આરામ કરવાનું કહ્યું છે. આ જ કારણ છે કે ચંપક ચાચા હાલમાં શોનું શૂટિંગ કરી રહ્યા નથી. જ્યારથી અભિનેતાની ઈજાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી તેના ચાહકો પરેશાન છે. તે અભિનેતાના સ્વસ્થ થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. એટલું જ નહીં, શોના અન્ય કલાકારો પણ ઈચ્છી રહ્યા છે કે અમિત જલદીથી સાજો થઈને શોના સેટ પર પાછો ફરે.
લગ્ન કરવા રજા લઈ શકે છે ઐયરભાઈ
ઐયરભાઈનું સાચું નામ છે તનુજ મહાશબ્દે. તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા છે કે તનુજ મહાશબ્દે હવે લગ્ન કરવા જઇ રહ્યા છે. અત્યાર સુધી તનુજ મહાશબ્દેની ભાવિ પત્ની વિશે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ સમાચાર એ છે કે તેની મંગેતર ખૂબ જ સુંદર છે. તનુજની મંગેતર હોટનેસના મામલે બબીતા એટ્લે કે મુનમૂન દત્તાને પણ પાછળ છોડે એવી છે. હાલમાં તનુજ મહાશબ્દેએ તેની ભાવિ પત્નીનો ચહેરો કે તેનું નામ ફેંસ સાથે શેર કર્યું નથી. ફેંસને આશા છે કે તેઓ ટૂંક સમયમાં રહસ્ય પરથી પડદો ઉઠાવશે અને તેમના પ્રશ્નોના જવાબ આપશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર