'તારક મેહતા..'નાં ડિરેક્ટરે શેર કર્યો 'POTTY JOKE', લોકોએ કહ્યું- જેઠાલાલ પાસે ચૂરણ માંગી લે

PHOTO- @malavrajda/Instagram

ડિરેક્ટર માલવ રાજદા (Malav Rajda) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણો એક્ટિવ રહે છે. અને તે સતત તેની તસવીર સાથે ફની વીડિયો શેર કરતો રહે છે. હાલમાં જ શોનાં ડિરેક્ટર સાહેબે એક એવો વીડિયો શેર કર્યો, જે જોયા બાદ લોકો હસવાનું રોકાઇ નથી રહ્યું.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવીનો સૌથી પસંદીદા શો છે. જેઠાલાલ, ભીડે અય્યરથી લઇ પોપટલાલ સુઝધી સૌનાં મજેદાર સંવાદ અને પંચ લાઇન દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. અને આ કારણે શો ટીઆરપી લિસ્ટમાં તેની એક ખાસ જગ્યા બનાવી રાખે છે. આ શોનાં ડિરેક્ટર માલવ રાજદા (Malav Rajda) છે. જે સોશિયલ મીડિયા (Social Media) પર ખુબજ એક્ટિવ રહે છે. અને અવાર નવાર તેની તસવીરોની સાથે ફની વીડિયોઝ શેર કરતો રહે છે. હાલમાં જ શોનાં ડિરેક્ટર સાહેબે એક એવો વીડિયો શેર કર્યો છે. જેને જોયા બાદ લોકો હસવાનું રોકાઇ નથી રહ્યું. અને સાથે જ જ્ઞાન આપી રહ્યાં છે. જો કંઇ કમાલ નથી થઇ રહ્યો તો જેઠાલાલ (Jethalal) પાસે ચૂરણ મગાંવી લો.

  આ પણ વાંચો- Dilip Kumar Health Updates: જાણો, કેવી છે દિલીપ કુમારની તબિયત?

  માલવ રાજદા (Malav Rajda) સોશિયલ મીડિયા દ્વારા લોકોને ખુબજ હસાવી રહ્યો છે. તે અવાર નવાર તેનાં ફની વીડિયો દ્વારા લોકોને હસાવે છે. તારક મેહતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)નાં ડિરેક્ટર માલવ રાજદાએ હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક ફની વીડિયો શેર કર્યો છે. જેમાં તે ટોયલેટ સીટ પર બેસી ઉદિત નારાયણ અને સપના મુખર્જીનું ગીત ગાયુ છે 'આખીર તુમ્હે આના હૈ..' આ વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે, 'દરરોજ સવારની કહાની.' આ સાથે તેણે લખ્યું છે, '@priyaahujarajda દ્વારા જબરદસ્તી પોસ્ટ કરવામાં આવ્યો.'
  View this post on Instagram


  A post shared by Malav Rajda (@malavrajda)


  સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો તેને જોયા બાદ તેમનું હસવાનું રોકાતું નતી. એક બાદ એક લોકો કમેન્ટ કરી તેમની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક વ્યક્તિ લખે છે, 'મે મારા પિતાની સાથે આ વીડિયો જોયો હવે મારુ હસવાનું રોકાતું નથી.' અન્ય એક લખે છે. 'જેઠાલાલ પાસેથી ચૂરણ લઇ લો.' અન્ય એક યૂઝર લખે છે, 'ટ્રાય કાયમ ચૂર્ણ'. કેટલાંક યૂઝર્સ હસતી ઇમોજી શેર કરી પ્રતિક્રિયા આપે છે.

  આ પણ વાંચો- 250થી વધુ ફિલ્મો કરનારા ગુજરાતી રંગભૂમિનાં જાણીતા એક્ટર અરવિંદ રાઠોડનું નિધન
  આપને જણાવી દઇએ કે, જ્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહરને કારણે લોકડાઉન થયું હતું ત્યારથી શોની શૂટિંગ બહાર થઇ રહી છે. હવે લોકડાઉન ખુલ્યા બાદ તમામ સ્ટાર્સ મુંબઇ પરત આવી ગયા છે.
  Published by:Margi Pandya
  First published: