તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એવો શો છે જેના દરેક પાત્રની ચર્ચા થાય છે. દયાબેનથી લઇને નટુ કાકા અને જેઠાલાલથી (Jethalal)લઇને ચંપકલાલ સુધી દરેક પાત્રની ચર્ચા પ્રશંસકો કરે છે. જેઠાલાલના પાત્રને લોકો ઘણા પસંદ કરે છે. આ રોલ દિલીપ જોશી છેલ્લા 12 વર્ષથી ભજવી રહ્યા છે. દિલીપ જોશીએ (Dilip Joshi)આ દિવાળી ઘણી યાદગાર અને ખાસ બનાવી છે. દિલીપ જોશીએ દિવાળીના દિવસે એક લક્ઝરી કાર (Dilip Joshi car)ખરીદી છે. જેની તસવીર સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ થઇ રહી છે.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર ભજવે છે. દિલીપ જોશીએ આ દિવાળીએ પોતાના ઘરમાં નવી કારનું જોરદાર સ્વાગત કર્યું છે. પ્રખ્યાત પેપરાજી વિરલ ભયાનીએ દિલીપ જોશીની ફેમિલી સાથે એક તસવીર શેર કરી છે. તસવીરમાં તે એક કાર સાથે જોવા મળે છે.
પરિવાર સાથે દિલીપ જોશી
આ તસવીરને જોઈને જેઠાલાલને પ્રશંસકો કહી રહ્યા છે કે આ તેમણે બબીતા જી માટે ખરીદી છે. એક યૂઝરે લખ્યું કે થોડાક દિવસોમાં બબીતા જી ને જેઠાલાલ આ ગિફ્ટ કરી દેશે. એક અન્ય યૂઝરે લખ્યું કે અભિનંદન જેઠાલાલ. એક અન્યએ લખ્યું કે ગોકુલધામ સોસાયટીમાં પણ જોવા મળશે શું?
દિલીપ જોશીએ બ્લેક કલરની ચમચમાતી Kia Sonet subcompact SUV કાર ખરીદી છે. જેની કિંમત 12.29 લાખ રૂપિયા છે
દિલીપ જોશીએ બ્લેક કલરની ચમચમાતી Kia Sonet subcompact SUV કાર ખરીદી છે. જેની કિંમત 12.29 લાખ રૂપિયા છે. Kia સોનેટ કારની વાત કરવામાં આવે તો આ પોતાના સેગમેન્ટની સૌથી વધારે મનપસંદ કારમાંથી એક છે. આ કારનું મોડલ પોતાના સ્પોર્ટી ડિઝાઇન સહિત ઘણા શાનદાર ફીચર્સ માટે ઓળખાય છે.
Kia સોનેટ પોતાના સેગમેન્ટમાં ઘણી લોકપ્રિય છે અને સેલ્ટોસ પછી કિયા ઇન્ડિયાની બીજી સૌથી વધારે વેચાવનાર મોડલ છે. મોડલ પોતાના સ્પોર્ટી ડિઝાઇન, ફીચર્સની એક લાંબી લિસ્ટ અને ફાસ્ટ પેટ્રોલ અને ડીઝલ એન્જીન સાથે આવે છે. સબકોમ્પેક્ટ એસયૂવી 1.2 લીટર નેચરલી એસ્પિરેડેટ પેટ્રોલ, 1.0 લીટર ટર્બો પેટ્રોલ અને 1.5 લીટર ડિઝલ એન્જીન ઓપ્શનથી પાવર લે છે. અભિનેતાએ દિવાળીના પ્રસંગે ડિલરશિપ પર પરિવાર સાથે પોતાની નવી કારની ડિલિવરી લીધી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર